Site icon Revoi.in

દક્ષિણપૂર્વી તાઈવાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

Closeup of a seismograph machine earthquake

Social Share

દિલ્હી:દક્ષિણપૂર્વી તાઇવાનમાં શનિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે,ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે ઉંડાણમાં હતું.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે