Site icon Revoi.in

ફિલિપાઈન્સમાં 6.7ની તીવ્રતા નો આવ્યો ભૂકંપ, અત્યાર સુધીમાં 6 લોકો ના થયા મોત

Social Share

દિલ્હી –  વિશ્વભરમાં સતત ભૂકંપના આંચકાઓ આવતા રહેતા હોય છે તો કેટલાક દેશોમાં ભયાનક ભૂકંપ આવે છે ત્યારે હવે દક્ષિણ ફિલિપાઈન્સમાં  ભૂકંપ આવની ઘટના સામે આવી છે જેની રિક્ટર સ્કેલ પર  6.7ની તીવ્રતા નોંધાઈ હતી. આ  ભૂકંપથી ધરતી અચાનક ભયાનક રીતે  ધ્રૂજી ગઈ હતી અને આ ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને શોધવામાં વ્યસ્ત છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ  મુજબ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર, મિંડાનાઓ ટાપુથી 60 કિમી (37 માઇલ) ની ઊંડાઈએ શુક્રવારે બપોરે ભૂકંપ આવ્યો હતો.નાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં સ્થિત બુરિયાસથી 26 કિલોમીટર દૂર હતું ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 78 કિલોમીટર નીચે હતું.

દક્ષિણ કોટાબેટો પ્રાંતના જનરલ સેન્ટોસ સિટીના ડિઝાસ્ટર ઓફિસના વડા એગ્રિપિનો ડેસેરાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. તેણે માહિતી આપી છે કે કોંક્રીટની દિવાલ ધરાશાયી થવાને કારણે એક પુરુષ અને તેની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક મહિલાનું શોપિંગ મોલમાં મોત થયું હતું.અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે