Site icon Revoi.in

વાપીમાં કલરની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નિકળતા મેજર કોલ જાહેર કરાયો,

Social Share

વલસાડઃ  જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કલર કંપનીમાં આગ ફાટી નિકળતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. આગએ જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા મેરજ કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડની 10 ટીમો દ્વારા ચાર કલાકની  ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી એક કલરની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો સાથે ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કરી દીધા હતાં. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાપી GIDCના થર્ડ ફેઝમાં અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ કંપનીમાં સોલ્વન્ટ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ વાપી GIDCની પોલીસ ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. કંપની ખાતે 10  જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ખાનગી કંપનીમાં લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કેમીકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ લાગતા કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. તેમજ આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી હતી. (file photo)