Site icon Revoi.in

મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા ફેરફાર, બાબુલ સુપ્રિયો સહિત આ લોકોને બનાવ્યા મંત્રી

Social Share

કલકતા:પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા છે.કુલ 9 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે.જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.તેમનો શપથગ્રહણ આજે થશે. મમતા સરકારે કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કર્યો છે જ્યારે ટીએમસી પાર્ટીના મંત્રી પાર્થ ચેટરજીના કારણોથી ઘેરાયેલી છે.શિક્ષક કૌભાંડમાં પાર્થ અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીનું નામ સામે આવ્યું છે.બંને હાલ EDની કસ્ટડીમાં છે

EDની કાર્યવાહી બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે મમતા બેનર્જીએ પહેલાથી જ સંકેત આપ્યા હતા કે,તેઓ તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરી શકે છે.2021માં સરકાર બનાવ્યા બાદ મમતાનો આ પહેલો કેબિનેટ ફેરફાર છે.

મમતા બેનર્જીના મંત્રીમંડળમાં કોનું સ્થાન છે?

1. બાબુલ સુપ્રિયો

2. સ્નેહાશીષ ચક્રવર્તી

3. પાર્થ ભૌમિકી

4. ઉદયન ગુહા

5. પ્રદિબ મઝુમદાર

સ્વતંત્ર હવાલો મંત્રી (MoS)

1. બિપ્લબ રોય ચૌધરી

2. બીરબાહા હસદા

રાજ્ય મંત્રી

1. તજમુલ હુસૈન

2. સત્યજીત બર્મન

કેબિનેટ ફેરબદલમાં બાબુલ સુપ્રિયોનું નામ ચોંકાવનારું છે.બાબુલ સુપ્રિયો સપ્ટેમ્બર 2021માં ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એપ્રિલ 2022 માં, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને બંગાળની બાલીગંજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. આ પહેલા બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા સીટ આસનસોલથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ જ તેઓ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.

 

Exit mobile version