Site icon Revoi.in

સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના

Social Share

સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં દેશ – વિદેશથી લાખો ભાવિકો સોમનાથ મહાદેવના દર્શને આવે છે . અંહી યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે. તેમ છતાં યાત્રીઓને સુવિધા આપવામાં કેન્દ્રનું રેલવે વિભાગ પણ કેમ બાકી રહી શકે.

જી હા .. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં હાલના રેલવે સ્ટેશનનું આધુનિક અપગ્રેડેશન કરવાનું નક્કી કર્યુ છે જે કુલ 134 કરોડના ખર્ચે નિર્માણ થશે.

રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું હશે અને ટ્રેનના આગમન અને પ્રસ્થાન માટે અલગ – અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આયોજન છે, જે તૈયાર થતા હજુ બે વર્ષ જેવો સમય લાગશે પરંતુ આ રેલવે સ્ટેશન તૈયાર થતાની સાથે સોમનાથ આવતા ભાવિકો ટ્રેનમાંથી ઉતરતાની સાથે જાણે મહાદેવના દ્વારે પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ પણ થશે .