Site icon Revoi.in

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે મોટરકારે સ્કુટરને મારી ટક્કર, યુવતી ઈજાગ્રસ્ત

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા શિવરંજની ચાર રસ્તા નજીક પૂરઝડપે પસાર થતી મોટરકારે સ્કુટરને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં સ્કુટર ઉપર સવાર યુવતીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જાનાર કારના ચાલકે અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિવરંજની ચાર રસ્તા નજીક પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે એક સ્કુટરને અડફેટે લીધું હતું. જેથી તેની ઉપર સવાર યુવતી ફંગોળાઈને 50 ફુટ દૂર પટકાઈ હતી. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે ભાગવાના પ્રવાસમાં કાર ચાલકે અન્ય બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ધવાયેલી યુવતીનું મોત થયાનું જાણવા મળે છે. સમગ્ર બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી. મોટરકાર મહિલા ચલાવતી હોવાનું જાણવા મળે છે.