Site icon Revoi.in

હિમાચલ પ્રદેશના એક ગામની મહિલા સરપંચની નવી પહેલઃ નશાની હાલતમાં જોવા મળતા દરેકનું નામ બીપીએલની યાદીમાંથી થશે રદ કરાશે

Social Share

શિમલા- હિમાચલ પ્રદેશના મંડિ જિલ્લાની ભામ્બલા પંચાયત દ્રારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે, જે નશો કરનારા વ્યક્તિઓને ગાલ પર તમાચા સમાન બનશે, વાત જાણે એમ છે કે, આ ગામની ગલીઓમાં હવેથી જો કોઈ પણ વ્યક્તિ જે મહિલા કે પુરુષ કોઈપણ હોય,તે દારૂના નશામાં ભટકતા કે રખડતા જોવા મળશે તો તેઓનું નામ બીપીએલની સૂચિમાંથી બાકાત  કરી દેવામાં આવશે.

આ મહત્વનો નિર્ણય લેનાર એક મહિલા પ્રધાન છે, આ ખાસ નિર્ણય સરકાઘાટની ભામ્બલા પંચાયતની પ્રધાન સુનિતા શર્માએ લાગૂ કર્યો  છે. પ્રધાનના નિર્ણયને અન્ય પંચાયત પ્રતિનિધિઓ દ્વારા પણ સહમતિ દર્શાવવામાં આવી છે. આવા લોકોને પાઠ ભણાવવા પંચાયતના પ્રતિનિધિઓએ આ પ્રકારનો નિર્ણય લઈને એક નવી પહેલ શરુ કરી છે.

પ્રધાન સુનિતા શર્માના જણાવ્યા પ્રમાણે આ ખાસ નિર્ણય લેવાનો હેતુ એ છે કે, જે લોકો પોતાની જાતને ગરીબ કહે છે અને બી.પી.એલ.કાર્ડમાં ગરીબી રેખા હેઠળમાં પોતાની નોંધણી કરાવે છે અને બીજી તરફ આવા લોકો પાસે નશો કરવાના પૈસા હોય છે, ગામમાં આ પ્રકારના લોકો નશો કરીને ગામની ગલીઓમાં રખડતા ભટકતા જોવા મળે છે ત્યારે હવે આ નિર્ણય થકી નશો કરનારાના હોશ ઠેકાણે આવશે તેની સંભાવનાઓ છે.

નશો કરનારા લોકોને પંચાયત દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જે લોકો ઇરાદાપૂર્વક પોતાને ગરીબ બતાવીને સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓને પણ આ યાદીમાંથી બાકાત કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકાઘાટ વિસ્તારમાં આ વખતે ચૂંટાયેલી પંચાયતો લોક સુધારણા અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે નવા નિયમો જારી કરી રહી છે. ભામ્બલા પંચાયતના વડા સુનિતા શર્માએ જણાવ્યું હતું કે, આ દરેક વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ તે પોતાની પંચાયતમાં આવા કિસ્સાઓ હવેથી બનવા દેશે નહી, જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં હોવાનું જણાય છે તો તેને બીપીએલની સૂચિમાંથી બાકાત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, તે ગરીબ વ્યક્તિ ક્યાં છે, જે દરરોજ 300 રૂપિયાની દારૂની બોટલ ખરીદે છે. તેમણે કહ્યું કે તેમની પંચાયતે આ હુકમનો સંપૂર્ણ અમલ કરવાનો નિર્ણય લીધો છે.

 

સાહિન-