Site icon Revoi.in

પેરુના નાઝકા લાઇંસ પાસે પ્રવાસી વિમાન ક્રેશ થયું,તમામ 7 લોકોના મોત

Social Share

દિલ્હી:પેરુમાં નાઝકા લાઇંસ પાસે શુક્રવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા.

નાઝકામાં 82મી ફાયર કંપનીના અગ્નિશામક બ્રિગેડિયર જુઆન તિરાડોએ જણાવ્યું હતું કે,વિમાન શહેરના એક એરફિલ્ડ પાસે ક્રેશ થયું હતું. કોઈ જીવતું નથી.

પ્લેનના માલિક ટૂર કંપની એરો સેન્ટોસે જણાવ્યું હતું કે,પ્લેનમાં પાઇલટ અને કો-પાઇલટ એમ પાંચ પ્રવાસીઓ હતા. પ્રવાસીઓની રાષ્ટ્રીયતા અને ઓળખ હજુ સુધી જાણી શકાયું નથી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય વાયુસેનાનું Mi17V5 હેલિકોપ્ટર ભારતમાં ક્રેશ થયું હતું.આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને બ્રિગેડિયર એલએસ લિડર સહિત 13 લોકોના મોત થયા હતા.દુર્ઘટનાના એક દિવસ પછી 9મી ડિસેમ્બરે તમામ મૃતદેહોને તમિલનાડુના સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું.