Site icon Revoi.in

મણીપુરમાં હિંસાને લઈને રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરાઈ

Social Share

ઈમ્ફાલઃ-  : મણીપુરમાં થએલ્લા 1 મહિનાથી શાંતિનું હનન થઈ રહ્યું છે 3 મેથી શરૂ થયેલી કુકી અને મેતેઈ જાતિઓ વચ્ચેની હિંસામાં 100 થી વધુ લોકો આ હિંસામાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 35,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 4 જૂનના રોજ, કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારની ભલામણ પર, મણિપુરમાં જાતિ હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ પેનલની રચના કરી. ગૃહમંત્રી શાહ પણ મણીપુરની મુલાકાતે ગયા હતા અને અહીના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે પરિસ્થિતિ શાંત બની જશે ત્યારે હવે કેન્દ્ર સરકારે  મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે, કેન્દ્ર સરકારે  રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરી છે.

ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે કે સમિતિના સભ્યોમાં મુખ્યમંત્રી, રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે.આ સમિતિને સામાજિક એકીકરણ, પરસ્પર સમજણને મજબૂત કરવા અને વિવિધ વંશીય જૂથો વચ્ચે સૌહાર્દપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયા માટે વાતાવરણ બનાવવા માટે પણ સત્તા આપવામાં આવી છે.

આ ઉપરાંત આ સમિતિમાં નિવૃત્ત અધિકારી-કર્મચારીઓ, શિક્ષણવિદો, સાહિત્યકારો, કલાકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ વંશીય જૂથોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સમિતિ રાજ્યના વિવિધ વંશીય જૂથો વચ્ચે શાંતિ પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરશે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મેથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે શાંતિ સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.અહીના લોકોને શાંતિનો વિશ્વાસ અપાવ્યો હતો.આ સાથે જ રાજ્યપાલની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિ વિવિધ વંશીય જૂથો વચ્ચે શાંતિ સ્થાપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરશે. આ સિવાય શાંતિ સમિતિને આપવામાં આવેલી સત્તા હેઠળ રાજ્યમાં શાંતિપૂર્ણ મંત્રણા અને વિરોધાભાસી જૂથો વચ્ચેની વાતચીતનો પણ સમાવેશ થાય છે.

 

Exit mobile version