Site icon Revoi.in

સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા ઉત્તરાખંડ સરકારનો નિર્ણયઃ દરેક જીલ્લામાં બનશે ‘સંસ્કૃત ગામ’ જેમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની જોવા મળશે ઝલક

Social Share

દહેરાદૂનઃ-  ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં વખાણાય છે અનેક દેશ ભઆરતની સંસ્કૃતિને અનુસરે પણ છે, દેશનું રાજ્ય ઉત્તરાખંડ કે જે ઘાર્મિક સ્થાનોનું રાજ્ય ગણઆય છે દેશ વિદેશથી અહીં દર્શન કરવા શ્રધ્ધાળુંઓ આવતા હોય છે ત્યારે હવે ઉત્તરાખંડના તમામે તમામ જીલ્લામાં 1 -1 સંસ્કૃત ગામ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવશે.

જાણકારી પ્રમાણે આ નિર્ણય અતંર્ગત સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ યોજના પર રાજ્ય સરપકાર કાર્ય કરી રહી છે. સજેથી રાજ્યના તમામ 13 જિલ્લામાં એક ‘સંસ્કૃત ગામ’ વિકસાવશે. એટલે કે દરેક જિલ્લામાં એક એવું ગામ હશે જ્યાં લોકો માત્ર અને માત્ર સંસ્કૃતમાં જ વાત કરશે.

આ સંસ્કૃત ગામોમાં એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર પણ હશે સાથે જ આ ગામ પર્યટનનું કેન્દ્ર પણ બનશે. આ ગામોમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે.ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ગામ વિકસાવવાનો વિચાર પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો. કેટલાક કારણોસર આ યોજના તે સમયે સાકાર થઈ શકી ન હતી.ત્યારે હવે તત્કાલની સરકાર આ અઘપુરુ કાર્ય પૂર્ણ કરવા પર કામ કરી રહી છે.

આ અંગે વિતેલા દિવસને ગુરુવારે માહિતી શેર કરવામાં આવી હતી, શિક્ષણ મંત્રી ધન સિંહ રાવતે જણાવ્યું હતું કે ગ્રામજનોને દૈનિક વાતચીતમાં પ્રાચીન ભારતીય ભાષાનો ઉપયોગ કરવાની તાલીમ પણ અહીં આપવામાં આવશે. કારણ કે સંસ્કૃત આમ પણ ઉત્તરાખંડની બીજી ભાષા તરીકે ઓળખાય છે.જો કે મહત્વની વાત એ છે કે દેશભરમાં આ કાર્ય કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પહેલા માત્ર દક્ષઇણ ભારતમાં એક જ ગામ છે જ્યાં સંસ્કડત બોલવામાં આવે છે.

આ સાથએ જ શિક્ષકોને સંસ્કૃતની તાલીમ માટે મોકલવામાં આવશે. આ શિક્ષકો સ્થાનિક લોકોને વધુ સારી રીતે સંસ્કૃત શીખવશે. ગામોમાં ભાષાની સાથે વેદ અને પુરાણ પણ શીખવવામાં આવશે. ધદરેક વ્યક્તિને આવી તાલીમ આપવામાં આવશે જેથી તેઓ સંસ્કૃત સારી રીતે બોલી શકે.