Site icon Revoi.in

અમેરિકામાં ગુડવિલ સ્ટોરની દાનપેટીમાંથી મળી ચોંકાવનારી વસ્તુ, પોલીસે તપાસ શરૂ કરી

Social Share

નવી દિલ્હીઃ દુનિયાભરમાં અનેક જગ્યા ઉપર ગુડવિલ સ્ટોર જોવા મળે છે. જ્યાં ગરીબો માટે કંઈ દાન કરીને સદકર્મ કરાય છે. અહીં દાન પેટીઓ પણ હોય છે જેમાં લોકો જરુરિયાતની વસ્તુઓ અને પૈસા નાખીને જાય છે. આ વસ્તુઓ જરુરીયાત મુજબના લોકોને મફતમાં આપવામાં આવે છે. જો કે, તાજેતરમાં અમેરિકામાં આવા એક ગુડવિલ સ્ટોરમાંથી ચોંકાવનારી વસ્તુ મળી આવી હતી.

અમેરિકાના ગુડવિલ સ્ટોરની દાનપેટી ખોલવામાં આવી ત્યારે સંચાલકના હોંશ ઉડી ગયા હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. દાનપેટીથી જે મળ્યું તે કોઈ ઘરમાં કામ આવનારી વસ્તુ ન હતી. તેમજ ખાવા પીવાની વસ્તુ કે પૈસા ના હતા. અંદરથી માનવ કંકાલ મળ્યો હતો. જેથી પોલીસે ખોપડીને લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ ખોપડી કોઈ ગુનાહિત પ્રવૃતિને લઈને અંહી આવી નહીં હોવાનું ખૂલ્યું હતું. ખોપડી ટેક્સિડર્મિડ વસ્તુઓના એક કન્ટેનરમાં હતી. આ ખોપડી કોની છે તે જાણવુ મુશ્કેલ છે.

પોલીસ દ્વારા આ ખોપડીનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે. ભૂરા રંગની ખોપડીમાં ઉપરના દાંત જોવા મલે છે અને એક નકલી આંખ લગાવેલી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર મેડિકલ તપાસમાં આ ખોપડી ઐતિહાસિક એટલે કે ઘણી જુની હોવાનું ખુલ્યું છે. આ ખોપડી કોણ લાવ્યું અને કોની ખોપડી છે તે અંગેની પોલીસે તપાસ શરુ કરી છે.

Exit mobile version