Site icon Revoi.in

આજે કેન્દ્રીય કેબિનેટની ખાસ બેઠકનું આયોજન – અનેક મહત્વના નિર્ણયો પર થશે ચર્ચા

Social Share

દિલ્હીઃ- આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે , સોમવારે દિલ્હીમાં ભાજપે તેની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજ્યાના બે દિવસ બાદ આ બેઠક બોલાવામાં આવીવી છે.

વિતેલા દિવસને મંગળવારે મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ સહીત વર્ષ 2023ની આ પ્રથમ કેબિનેટ બેઠક હશે.

 ગુજરાતમાં ભાજપની જોરદાર જીત બાદ આ પહેલી મોટી બેઠક હતી. મીટિંગ દરમિયાન, એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાના નેતૃત્વમાં, ભાજપ 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ મોટી બહુમતી સાથે જીતશે. વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરવા મોદીજી જ પાછા જોવા મળશે.
આ અગાઉ સોમવારે પીએમ મોદીએ પક્ષના કાર્યકરોને વધુ મજબૂત સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા માટે ભવિષ્યમાં કાશી-તમિલ સંગમમ જેવા કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. દેશને એકસાથે બાંધતી ઘટનાઓ પર ભાર મૂકતા પીએમ મોદીએ પક્ષના કાર્યકરોને કાશી-તમિલ સંગમ જેવા વધુ કાર્યક્રમોનું આયોજન કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું, જેથી તમામ રાજ્યો તેમની સંસ્કૃતિ, સભ્યતા અને વારસો એકબીજા સાથે શેર કરે. અને દેશ સાંસ્કૃતિક રીતે એક થાય.