Site icon Revoi.in

અમદાવાદમાં માથાના દુઃખાવારૂપ બનેલી પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે ખાસ પોલીસી જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વઝતા જતાં વાહનોને લીદે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે.  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં રોજહરોજ સતત વધી રહેલા વાહનોને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે.  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેથી ટ્રાફિકની સમસ્યા તો થોડાઘણા અંશે હલ થઈ છે પણ પાર્કિંગની સમસ્યા યથાવત રહી છે. મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીમાં જનતાના વાંધા અને સૂચનો મંગાવવા માટે 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીમાં આવેલા વાંધા અને સૂચનો મુજબ પોલિસીમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે. સુધારા સાથેની પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગ પોલિસીને મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ શહેરમાં પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે.

પાર્કિંગ પોલિસીમાં શહેરમાં વાહનોની સરળતાથી અવરજવર થઈ શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સરળતા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિક ઉપરાંત પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમો અને પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા પર અને કોમર્શિયલ કોમ્પલેક્ષની બહાર ગમે ત્યાં પાર્કિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાર્કિંગની સમસ્યા નિવારવા અને વાહનચાલકો સરળતાથી પોતાના વાહનો પાર્કિંગ કરી શકે તે માટે સમગ્ર શહેરમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા આ પોલીસે હેઠળ ઉભી કરવામાં આવશે.  ગીચ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરવામાં આવશે. સિંધુ ભવન રોડ અને પ્રહલાદનગર ચાર રસ્તા પાસે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રાફિકની સરળતા માટે 7 નવા બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.