Site icon Revoi.in

ઉનાળું વેકેશનના પ્રવાસી ધસારાને પહોંચી વળવા ભાવનગરથી દિલ્હી વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

Social Share

ભાવનગરઃ ઉનાળું વેકેશનના ટ્રાફિકને પહોચી વળવા માટે પશ્વિમ રેલવેના અમદાવાદ, રાજકોટ. વડોદરા અને સુરત ડિવિઝન દ્વારા વધારાની ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરથી પણ લાંબા અંતરની ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી હતી. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને દિલ્હી (કેન્ટ) વચ્ચે ખાસ ભાડા પર “સમર વીકલી સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે સાંજે 15.15 કલાકે ઉપડશે, આ ટ્રેનને 3 મે, 2024 થી 28 જૂન, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09557 ભાવનગર-દિલ્હી કેન્ટ ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે.  ટ્રેન નંબર 09558 દિલ્હી કેન્ટ – ભાવનગર “સમર વીકલી સ્પેશિયલ ટ્રેન” દિલ્હી કેન્ટ સ્ટેશનથી દર શનિવારે 15.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન દિલ્હી કેન્ટથી 4 મે, 2024 થી 29 જૂન, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા, પાલનપુર જં., આબુ ખાતે ઉભી રહેશે. રોડ, ફાલના, મારવાડ જં., બેવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ જં., નીમ કા થાના, નારનૌલ, રેવાડી જં. અને ગુડગાંવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર , એસી 3 ટાયર , સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09557 નું બુકિંગ 27મી ને શનિવારથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.