Site icon Revoi.in

અહીં જોવા મળે છે અજીબ માન્યતા, કોઈ પણ પ્રસંગમાં મોડી હાજરી આપવા પર કરવામાં આવે છે સમ્માન

Social Share

આપણે વિશ્વભરમાં ઘણી અજીબ વાતો સાંભળી હશે ,કેટલીક એવી પરંપરાજો પમ જોઈ હશે જે જાણીને આપણઆને નવાઈ લાગે, કેટલાક દેશોમાં આવી જ અજીબો ગરીબન પરંપરાઓ હોય છે જે ત્યાના લોકો માટે સહજ વાત છે પણ બીજાઓને તે વિચારતા કરી દે છે. ત્યારે આજે વાત કરીશું એક એવા દેશની જ્યાં કોઈ પણ પ્રસંગમાં મડૂ પહોંચવુ એ પરંપરા છે, છેને નવાઈની વાત જ્યાં ભારતમાં કોઈ પણ ઘરમાં પ્રસંગ હોય તો મહેમાનો સમ.થી વહેલા આવે છે અને અહી સમય કરતા મોડા.

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં કોઈ પ્રસંગમાં મોડા પહોંચવાની અનોખી પરંપરા ચાલી રહી છે. જેઓ અહીં વહેલા પહોંચે છે તેમનું અપમાન કરવામાં આવે છે.

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં, જ્યાં મોડેથી આવનારાઓને તાના મારવામાં આવે છે તો ક્યાક સંબંધીઓ ખોટૂ લગાીને રિસાઈ પણ જાય છે અને લગ્ન સમારંભમાં અથવા અન્ય સમારોહમાં મોડા આવતા મહેમાનોથી યજમાનો નારાજ થાય છે.

વેનેઝુએલાના લોકો મોડા આવતા લોકો માટે આદર ધરાવે છે. અહીંના લોકો સામાન્ય રીતે સમયના પાબંદ નથી. અહીં કોઈ પણ ફંકશન માટે 15 મિનિટથી 1 કલાક મોડા આવવું સામાન્ય છે અને મોડા આવવું એ અહીંની પરંપરામાં સામેલ છે. આ વિચિત્ર માન્યતાને માનવા પાછળ ઘણા કારણો છે.

વહેલું આવવું એ સંકેત માનવામાં આવે છે કે મહેમાન લોભી અને વધુ આતુર છે. વધુમાં, તેઓ માને છે કે મોડું થવાનો એક ફાયદો છે કે જો યજમાન તૈયારી પૂર્ણ કરી ન હોય, તો મહેમાનો મોડા આવે છે અને તેને તૈયારી કરવાની તક આપે છે. જો કે, લોકો એકબીજાના સમયનો આદર પણ કરે છે અને તેમનો સમય વેડફાય નહીં તેનું ધ્યાન રાખે છે.