Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અનુભવાયો ,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ, અનેક ઘરોને નુકશાન

Social Share

દિલ્હીઃ- દેશ વિદેશના ઘણા વિસ્તારો એવા છે કે જે ભૂકંપ માટે જાણીતા છે જ્યાં ભૂકંપની અઘટનાઓ અવાર નવરા સામે આવતી હોય છે. ઇન્ડોનેશિયાના ગીચ વસ્તીવાળા મુખ્ય ટાપુ જાવાના ભાગોમાં જોરદાર ભૂકંપના આચંકાઓ નોંધાયા છે.

આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અહી અનેક ઘરોને નુકશાન થયું છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે શુક્રવારના રોજ 5.8 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર યોગકાર્તાના વિશેષ પ્રાંતના બંતુલ રીજન્સીના ગામ બંબંગલીપુરથી 84 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. તે 86 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમણે આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે ત્યારે અહીના લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે ભૂકંપની તીવ્રતા 5.8 રિક્ટર સ્કેલ પર નોંધવામાં આવી છએ ભૂકંપ આવતાની સાથએ જ સમગ્ર વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સાથે જ બે લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમારાચ મળી રહ્યા છે.

ઇન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે બંતુલમાં એક 67 વર્ષીય મહિલા ગભરાટમાં ભાગતી વખતે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું અને ઓછામાં ઓછા બે અન્ય રહેવાસીઓ ઘાયલ થયા હતા.

 

Exit mobile version