Site icon Revoi.in

અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર થયો સર્વે, ચોંકાવી દે તેવા પરિણામ આવ્યા

Social Share

દિલ્લી: કોરોનાથી બચવા માટે વેક્સિન સૌથી વધારે મજબૂત હથિયાર છે તેના વિશે તો વિશ્વના મોટા ભાગના દેશોને જાણ છે. અમેરિકામાં આ બાબતે ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર સર્વે કરવામાં આવ્યો છે. ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે COVID-19 એન્ટિબોડી બીજા ડોઝના છ મહિના પછી 80 ટકાથી વધુ ઘટી છે.

સર્વેમાં અમેરિકાની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટી દ્વારા 120 નર્સિંગ હોમના રહેવાસીઓ અને 92 આરોગ્ય કામદારોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જો વધારે અને સરળ વાત કરવામાં આવે તો હ્યુમરલ ઇમ્યુનિટી એટલે એન્ટિબોડી-મેડિએટેડ ઇમ્યુનિટીને જોઈને કહ્યું કે આનાથી સાર્સ સિઓવી-2 વાયરસ વિરુદ્ધ શરીરની સુરક્ષા માપી શકાય છે. આ અભ્યાસ હજુ પ્રકાશિત થયો નથી પણ પ્રિપ્રિન્ટ સર્વર ‘MedArchive’ પર પોસ્ટ કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે છ મહિના પછી વ્યક્તિઓમાં એન્ટિબોડીનું સ્તર 80 ટકાથી વધુ ઘટ્યું છે.

તાજેતરના એક અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડ તરીકે ઓળખાતા ફાઇઝર બાયોએન્ટેક અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી હજુ પણ ડેલ્ટા ફોર્મ સાથે નવા ચેપ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે. કોવિડ -19 રસીઓ ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાથી કોરોના વાયરસના ડેલ્ટાના વેરિઅન્ટ સામે આલ્ફા સ્વરૂપ કરતાં ઓછી અસરકારક છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

Exit mobile version