Site icon Revoi.in

હજારો ભક્તોની આસ્થાનું પ્રતિક શિરડી સ્થિત સાંઈબાબાના મંદિરની આવકમાં ધરખમ વધારો, વાર્ષિક આવક 900 કરોડે પહોંચી

Social Share

શિરડીઃ- લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક ગણાતું શેરડીનું સાંઈબાબનું મંદિર ભારત સહીત વિદેશમાં પણ ખૂબ જાણીતું છે,અહી આવનારા ભક્તો મંદિરમાં પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે, દરવર્ષે શેરડી સાંઈબાબાની મંદિરની આવકમાં વધારો થતો રહેતો હોય છે ત્યારે આ વર્ષે હવે આ મંદિરની આવકમાં ભારેખમ વધારો નોંધાયો છે.

શિરડીના સાંઈબાબા મંદિરની વાર્ષિક આવક વધીને 900 કરોડ રુપિયા થઈ ગઈ છે.જો આ બાબતે કોરોના મહામારી પહેલાની આપણે વાત કરીએ તો તેની વાર્ષિક આવક 800 કરોડ રુપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.આ સાથે મંદિરની આવકનો જૂનો રેકોર્ડ તૂટયો છે.

કોરોના વખતે મંદિરના દાનની વાત કરીએ તો માત્ર વાર્ષિક આવક 400 કરોડના તળિયે પહોંચી ગઈ હતી.પરંતુ પાછલાં નાણાંકીય વર્ષમાં મંદિરમાં ભક્તોની સંખ્યા વધવાની લસાથે દાનનો આંકડો ઊંચો ગયો છે.

જો હાલની વાત કરીએ તો માત્ર એક દિવસમાં સરેરાશ 60 હજાર ભક્તોએ દર્શન કર્યાં હોય તેવો અંદાજો લગાવી શકાય છે.આ સિવાય મંદિર સંકુલમાં મૂકાયેલી દાનપેટી દ્વારા .200  કરોડ રુપિયા રોકડા  પણ મળવા પાત્ર બન્યા છે.

આટલું જ નહી મંદિરની પેટીમાં સોના ચાંદીના સિક્કા અને દાગીનાઓની આવક પણ નોંધવામાં આવી છે. આ સિવાય મંદિરે 2500 કરોડ રુપિયા બેન્ક થાપણો પેટે જમા કરાવ્યા છે.આમ મંદિર કમિટીને એક વર્ષમાં 800 કરોડની જાવક પણ થઈ છે.જેમા મંદિરના તમામ શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે.ભક્તોની સેવામાં આ દાન વાપરવામાં આવે છે.

આ સહીત મંદિરમાં દજે કરોડોનું દર્ વર્ષે દાન આવતું હોય છે તેમાં મંદિર ટ્રસ્ટ દ્રારા 2 મોટી હોસ્પિટલનું સંચાલન પણ કરવામાં આવે છે એટલે કે મંદિરના દાનનો 90 ટકા હિસ્સો લોકો માટે જ વપરાતો હોય છો હોસ્પિટલ સહીત અહી આવતા લોકોને જમવાની સગવડમાં આ પૈસા વાપરવામાં આવે છએ.