Site icon Revoi.in

કચ્છના સુરબારી નજીક હાઈવે પર ટ્રક પલટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે હાઈવે પર ગીચ ટ્રાફિક જોવા મળતો હોય છે. મોરબીથી સુરજબારીનો હાઈવે પર તો 24 કલાક વાહવોની લાઈનો જોવા મળતી હોય છે. દરમિયાન ગત રાત્રિના 2 વાગ્યે એક ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી ગયુ હતું જેના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક માળિયાના હરિપર આગળ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાધિત થયો હતો અને સવારના 11 વાગ્યા સુધી માર્ગ બંધ રહેતા 25 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ બાદ ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા હતા. ટ્રાફિક ક્લીયર કરવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ માળિયાના હરિપર નજીક હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરને લીધે સામેથી આવતી ટ્રકે પલટી ખાતાં હાઈવેને એક સાઈડ બંધ કરાવની ફરજ પડી હતી. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, માળિયા પોલીસ અને સુરજબારી ટોલગેટની ઇએમટી ટીમ દ્વારા મોરબી તરફના માર્ગને ખુલ્લો કરી દેવાયો હતો. જેથી વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી વધ્યા હતા. જ્યારે માળિયાથી સામખીયાળી તરફ આવતાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.. જેના કારણે વાહન ચાલકોના સમય અને શક્તિનો વ્યય થયો હતો.

​​​​​​​
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સામખીયાળીથી મોરબી તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8 એ પર આવેલા સુરજબારીથી માળિયા વચ્ચે અવારનવાર વિવિધ કારણોસર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. જેના કારણે અહીંથી પસાર થતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. પરિવહન કરતા વાહનો સાથે ખાનગી વાહનો અને એસટી બસો ટ્રાફિકજામમાં ફસાઈ જતા લોકોને કલાકો સુધી અટવાઇ રહેવું પડતું હોય છે. ત્યારે ફરી એક વખત હરિપર અને દેવ સોલ્ટ વચ્ચે ટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતના કારણે 25 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, સુરજબારી ટોલ ગેટની ઇએમટી ટીમ અને માળિયા પોલીસ ટ્રાફિક પૂર્વવત કરવા ભારેજહેમત ઉઠાવી હતી.