Site icon Revoi.in

ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજથી બે દિવસીય સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Social Share

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે તા.19/01/2024 શુક્રવારનાં રોજ વોર્ડ નં.-10, સંત રોહીદાસ મંદિર, સેક્ટર-6, ગાંધીનગર ખાતે તેમજ કાલે તા.20/01/2024 શનિવારનાં રોજ વોર્ડ નં-4, બોરીજ (વચ્ચે) પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં, આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, જાતિનું પ્રમાણપત્ર,  PMJAY (મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય કાર્ડ),ડાયાબિટીસ – બી.પી.ની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઇલ નંબર સાથે બેંક એકાઉન્ટ જોડાણ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, વગેરે સેવાઓ લાભ લેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે. જેના ભાગરૂપે આજે તા.19/01/2024 શુક્રવારનાં રોજ વોર્ડ નં.-10, સંત રોહીદાસ મંદિર, સેક્ટર-6, ગાંધીનગર ખાતે તેમજ તા.20/01/2024 શનિવારનાં રોજ વોર્ડ નં-4, બોરીજ (વચ્ચે) પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં 9.00 થી 2.00 કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને તેના પૂરાવા મેળવવામાં આવશે. આ રજૂઆતો અને અરજીઓના નિકાલની કામગીરી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે. જે દરમિયાન અરજદારોએ કરેલી રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવામાં આવશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં, આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન,જાતિનું પ્રમાણપત્ર, PMJAY (મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય કાર્ડ),ડાયાબિટીસ – બી.પી.ની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઇલ નંબર સાથે બેંક એકાઉન્ટ જોડાણ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા yijane, સુકન્યા સમૃધ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, વ્યવસાય વેરા (અરજી), જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, બસ કન્સેસન પાસ-વિકલાંગ માટે બસ કન્સેસન પાસ-સામાન્ય લોકો માટે, સીટી ટ્રાન્સપોર્ટ માસિક પાસની સેવાઓ, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જાતિ),કીમીલેયર પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય, પ્રોપટી ટેક્ષ, આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા, આઇ.સી.ડી.એસ.બાળકોના આધારકાર્ડ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર ઉપરાંત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકાર), ABHA કાર્ડ ની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં રજૂઆત અર્થેના પ્રશ્નો રજૂ કરતી વખતે કોઈ અરજી ફી રહેશે નહિ, પરંતુ સબંધિત રજૂઆત માટે કાયદાથી કોઈ ફી નક્કી કરેલ હોય તો તે લેવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ડાયાબીટીસ કેમ્પ રાખવામાં આવેલ છે. જેની નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ આર્યુવેદિક કેમ્પનું આયોજન કરાયુ છે.