Site icon Revoi.in

 છત્તીસગઢનું એક ગામ જ્યા 11 વહુઓએ બનાવ્યું સાસુમા નું મંદિર – રોજ કરે છે સાસુની મૂર્તિની પૂજા-અર્ચના

Social Share

છત્તીસગઢઃ–  સામાન્ય રીતે સાસુ-વહુંનો સંબંધ વિશ્વમાં જાણે અલગ રીતે જોવામાં આવે છે, સાસુ વહુંનું ક્યારેય ન બનતું હોય તેવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ આદજે આપણે વાત કરવાના છે છત્તીસગઢના બિલાસપુર ગામની, જ્યા 11 વહુંઓ એ મળીને પોતાની સાસુનું મંદિર બનાવ્યું છે.

આ વાત છે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની, જેમાં સાસુ-વહુંના સંબંધની નવી પરિભાષા જોવા મળી છે. વાત જાણે એમ છે કે,11 પુત્રવધૂઓએ તેમની સાસુનું મંદિર બનાવ્યું છે. વળી, તેણીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે અને દરરોજ પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધી પુત્રવધૂ મહિનામાં એક વખત મંદિરની સામે ભજન-કીર્તન પણ કરે છે.

વર્ષ 2010મા બનાવ્યુ હતું આ મંદિર

મળતી માહિતી પ્રમાણે બિલાસપુર જીલ્લાથી મથકથી 25 કિમી દૂર બિલાસપુર-કોરબા માર્ગ પર આવેલું છે. અહીં મહામાયા દેવીનું મંદિર આવેલું છે, જે 2010 થી બનાવવામાં આવ્યું હતું. ખરેખર, આ મંદિર ગીતા દેવીનું છે, જે તેની 11 પુત્રવધૂઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

મંદિર બનાવવાનું હતું આ ખાસ કારણ

રતનપુર ગામમાં નિવૃત્ત શિક્ષક શિવપ્રસાદ તંબોલીનો સંયુક્ત પરિવાર વસવાટ કરે છે. આ પરિવારમાં કુલ 11 સભ્યો છે જેમાં 11 પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2010 માં ગીતા દેવીનું અવસાન થયું હતું. લોકો કહે છે કે જ્યારે તે જીવિત હતી, ત્યારે તેમની બધી પુત્રવધૂઓને તેમની પોતાની પુત્રીઓની જેમ પ્રેમ કરતી હતી. આ સિવાય તેણે તેની બધી પુત્રવધૂઓને સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપી હતી.

ગીતાના પતિ શિવ પ્રસાદ કહે છે કે તેમની પત્નીના સારા સંસ્કારોથી તેમનો આખો પરિવાર હજી પણ સાથે રહે છે. તેમના પરિવારમાં ક્યારેય ઝઘડો પણ થયો ન હતો. દરેક વ્યક્તિ એકબીજાની સલાહ લઈને બધું કાર્ય કરે છે. આવી સ્થિતિમાં તેમની વહુએ સાસુ-વહુની યાદમાં તેમનું મંદિર બનાવ્યું હતું. તે જ સમયે, સાસુની પ્રતિમાને સોનાના આભૂષણોથી સજાવવામાં આવી છે.

લોકો કહે છે કે ગીતા દેવીની બધી પુત્રવધૂઓ તેમના મંદિરમાં દરરોજ પૂજા-અર્ચના કરે છે. આ ઉપરાંત દર મહિને ભજન-કીર્તન પણ કરવામાં આવે છે. ગામ અને આસપાસના લોકો ગીતા દેવી અને તેના પરિવારની એકતાનું ઉદાહરણ આપે છે. તે કહે છે કે આજના યુગમાં સાસુ-વહુનો આવો પ્રેમ બીજે ક્યાંય જોવા મળતો નથી.

સાહિન-