Site icon Revoi.in

રામનગરી અયોધ્યામાં 22 લાખથી વઘુ દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરાયો

Social Share

અયોધ્યાઃ રામનગરી અયોઘ્યામાં વિતેવી રાત્રે 22 લાયક 23 હજાર દિવડાઓ પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને રોશન કરવામાં આવ્યું હતું આ દિવડાઓની સંખ્યાએ વિશ્વ રેકોર્ડ સ્થઆપિત કર્યો છે.એટલે કે રામનગરીએ સતત સાતમી વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે.

રામ કી પૌરી પર એક સાથે 22.23 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો ગિનિસ બુકની ટીમે ડ્રોનનો ઉપયોગ કરીને ગણતરી કર્યા બાદ આ વૈશ્વિક સિદ્ધિની જાહેરાત કરી હતી. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાના સરયુ ઘાટ ખાતે દીપોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી, સંતો અને સામાન્ય જનતા સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

અયોધ્યાના સરયુ ઘાટ ખાતે આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સરયુ નદીના ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જે બાદ ફરી એકવાર સરયૂ ઘાટ પર રેકોર્ડ બન્યો છે. આ ઉપરાંત રેઝર શો અને આતશબાજી પણ કરવામાં આવી હતી.

આ સહીતમુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના લોકોને પ્રકાશ તહેવાર દિવાળી પર અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. તેમણે ભગવાન શ્રી રામને દરેકના સુખ, સમૃદ્ધિ અને સુખી જીવન માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં આગમન અને રામરાજના ઉદ્દઘાટનની યાદમાં હજારો વર્ષ પૂર્વે ભારતભરના ભક્તોએ પોતાના ઘરોને દીપમાળાઓથી શણગારીને આ પર્વની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું.
Exit mobile version