Site icon Revoi.in

આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટ આવી સામે – જાણો ક્યારે થશે રિલીઝ

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા બોલિવૂડ સ્ટાર આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ચર્ચામાં જોવા મળે છે,ફિલ્મના શૂટિંગ સેટ પરથી અવાર નવાર આમિર ખાનના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે હવે આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે 14 એપ્રિલ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કરીના કપૂરે પોતે અને ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કરીને આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું નવું પોસ્ટર સામે આવતા જ સોશિયલ મીડિયાવાયરલ થઈ રહ્યું  છે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કરીનાએ કેપ્શનમાં લખ્યું છે કે- અમે અમારું નવું પોસ્ટર અને અમારી નવી રિલીઝ ડેટ શેર કરતાં ખુશી અનુભવીએ છીએ. પોસ્ટરમાં, કરીના આમિર ખાનના સોલ્ડર પર માથું રાખીને જોવા મળી રહી છે, બંનેના ચહેરા પરના સ્મિતથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બંને પ્રેમમાં છે. પોસ્ટર પર લખ્યું છે, લાલ સિંહ ચઢ્ઢા, માત્ર સિનેમાઘરોમાં આ બૈસાખી #LalSinghOnBaisakhi

Exit mobile version