Site icon Revoi.in

આપ સરકારની દિલ્હીની જનતાને મોટી ભેંટ –  નવા વર્ષથી 400થી વધુ તબીબી પરિક્ષણ થશે મફ્તમાં 

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે વિજળીથી લઈને અનેક બાબતે જનતાને સહાય આપનારી આ સરકાર હવે તબીબી ક્ષેત્રમાં પણ જનતાને રાહત આપવાની તૈયારીમાં છે.આપ સરકારે નવા વર્ષના આરંભથી દિલ્હીની જનતા માટે 450થી વધુ પરિક્ષણો મફ્ત કરી દીધા છે.

સીએમ કેજરીવાલે હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં વધુ 238 ટેસ્ટ મફતમાં કરવા માટે આરોગ્ય વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે, તેમણે કહ્યું કે આ સુવિધા દિલ્હીના લોકોને મળશે. જો કે, મેડિકલ ટેસ્ટના પ્રકારોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

પ્રાપ્ત વિગત પ્રમાણે1 જાન્યુઆરી, 2023થી દિલ્હીમાં લોકો માટે 450 પ્રકારના મેડિકલ ટેસ્ટ મફત કરવામાં આવશે. આ ટેસ્ટ કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિક અને સરકારી હોસ્પિટલમાં મફતમાં થશે. અત્યાર સુધી 212 પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

આ વિગતને લઈને કેજરીવાલે કહ્યું કે અત્યારે પણ જ્યારે ઘણા લોકો બીમાર પડે છે ત્યારે તેઓ સારવારનો ખર્ચ સંપૂર્ણપણે ઉઠાવી શકતા નથી. આને ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું છે કે હવે 400 થી વધુ મેડિકલ ટેસ્ટ લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.