Site icon Revoi.in

સિદ્ધુ મૂસેવાલાના ઘરે પહોંચેલા આપના નેતાનો થયો ભારે વિરોધ – વિરોધ વચ્ચે  CM ભગવંત માનેની મુલાકાત થઈ શકે છે રદ

Social Share

ચંદિગઢઃ- પંજાબના સીએમ ભગવંત માન શુક્રવારે પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપવા માટે માનસાના મુસા ગામની મુલાકાત લેવાના હતા. મુસા ગામ પહોંચતા પહેલા જ આપ  ધારાસભ્ય ગુરપ્રીત સિંહ બાનાવલીને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.જ્યાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે તેઓએ પાછુ ફરવું પડ્યું હતું

જાણકારી પ્રમાણે ગ્રામજનોએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવી સ્થિતિમાં હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મુખ્યમંત્રીની મુલાકાત રદ્દ થઈ શકે છે. સીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગામમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં મશહૂર સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદગ રાજકરણ પણ ગરમાયું છે, અનેક જગ્યાએ આપ સરકારનો વિરોધ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં સિદ્ધુ મુસેવાલાના ગામ માનસામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે મુસાવાલાના ઘર મૂસામાં નેતાઓનો ધસારો જોવા મળ્યો હતો.

મૂઝવાલાના ગ્રામવાસીઓએ ધારાસભ્ય ગુરપ્રીત સિંહ બાનાવલીનો જોરદાર વિરોધ કર્યો હતો. જે બાદ તેણે પરત ફરવું પડ્યું હતું. વિરોધને જોતા સિદ્ધુના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભગવંત માન પોતે ત્યાં પહોંચી શકે તેથી સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી

 

Exit mobile version