Site icon Revoi.in

નાઈજીરીયામાં બંદુકની ધાર પર 140 વિદ્યાર્થીઓનું અપહરણ, એક વર્ષમાં 1000થી વધુનો શિકાર

Social Share

દિલ્હી : નાઈજીરીયામાં ફરી એક વાર એવી ઘટના બની છે જે શર્મનાક છે. નાઈજીરીયામાં એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશીને 140 જેટલા બાળકોને કીડનેપ કરી લીધા છે. જો કે શાળામાં ઘુસીને બાળકોનું અપહરણ થવાની ઘટના ફરીવાર બની છે.

આ વાતની જાણકારી શાળાના જ એક અધિકારીએ આપી છે. આ નાઇજીરીયામાં પહેલી વાર નથી કે શાળામાં ભણતા બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હોય અહીં ખંડણી માટે ઘણી વાર બાળકોનું અપહરણ કરવામાં આવે છે.

જો કે મીડિયા રિપોર્ટ પ્રમાણે અપહરણ કરનારા લોકો ગામડાની સ્કૂલોને વધારે નિશાન બનાવે છે અને ગામડાના વિસ્તારોમાં આ પ્રકારની ઘટના વધારે બનતી હોય છે.

અપહરણકર્તાઓ 140 બાળકોને પોતાની સાથે લઇ ગયા અને ફક્ત 25 વિદ્યાર્થીઓ ભાગવામાં સફળ રહ્યા. શાળાના એક અધિકારીએ કહ્યું કે, અમને હજી પણ ખબર નથી કે આ બાળકોને ક્યાં લઇ જવાયા છે.

આફ્રિકાના દેશો આમ પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેવામાં આ પ્રકારની ઘટનાઓ આફ્રિકાના દેશો માટે મોટી સમસ્યાઓ ઉભી કરી શકે તેમ છે.