Site icon Revoi.in

‘ધ બિલ બુલ’માં હેમંત શાહના રોલમાં અભિષેક બચ્ચન દર્શકોના દિલમાં છવાયાં

Social Share

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટારર ‘ધ બિગ બુલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતાની સાથે જ દર્શકોને ખુબ જ પસંદ આવી છે. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનો હેમંત શાહનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો છે. 90ના દાયકામાં બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના જીવન ઉપર બનેલી મનાતી આ ફિલ્મમાં તમામ અભિનેતાઓએ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે. જો કે, હેમંત શાહના રોલમાં અભિષેક બચ્ચને દર્શકોના દિલ જીતી લીધા છે.

‘ધ બિલ બુલ’ ફિલ્મ શેર માર્કેટની દુનિયામાં પોતાનો સિક્કો જમાવનાર હર્ષદ મહેતાના જીવન ઉપર બનેલી હોવાથી દર્શકો સૌથી લોકપ્રિય વેબસિરીઝ સ્કેમ 1992 સાથે સરખામણી કરશે. એટલું જ નહીં સ્કેમ 1992માં હર્ષદ મહેતાના રોલમાં વાહવાહી લૂંટનારા ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધીની સાથે અભિષેક બચ્ચનના અભિયનની તુલના પણ કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી વર્ષ 2020માં શરૂ થાય છે. અહીં એક પત્રકાર મીરા રાવ (ઇલિયાના ડિક્રુઝ) પોતાની પુસ્તક લોન્ચ કરે છે. અહીં જ હેમંત શાહ( અભિષેક બચ્ચન)ની વાર્તાની શરૂઆત થાય છે. જે એક ચાલીમાં રહે છે પરંતુ તેના સપના મોટા હોય છે. હેમંત શાહ એક યુવતીને પ્રેમ કરતો હોય છે જો કે, તેના પિતા અનેક શરતો મુકે છે. પોતાના સપના પૂર્ણ કરવા અને પ્રેમને પામવા માટે હેમંત શાહ શેયર બજાર તરફ આગળ વધે છે. હેમંત શાહ પોતાના ભાઈ વિરેન શાહ (સોહમ શાહ) સાથે મળી શેયર બજારમાં પોતાની એક ઓળખ બનાવવા પ્રયાસો કરે છે અને પછી તેને લોકો બિગ બુલના હુલામણી નામથી બોલાવવાનું શરૂ કરે છે. હેમંત પ્રાઈવેટ અને સરકારી બેંકોમાં આપ-લેની રતમ વચ્ચે રાજિકીય નેતાઓના નજીક જવા લાગે છે. આ દરમિયાન પત્રકાર મીરા બિગ બુલ હેમંત શાહે બેંકમાં કરેલી ગડબડનો પર્દાશાફ કરવા માટે લાગી જાય છે.

આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટીએ કર્યું છે. તેમણે હર્ષદ મહેતાના જીવનને અઢી કલાકમાં બતાવવાનો સંદર પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં તેઓ સફળ થયા હોવાનું પણ લાગી રહ્યું છે. અભિષેક બચ્ચનની સાથે સૌરભ શુકલા, મહેશ માંજરેકર, ઈલિયાના ડિક્રુઝ અને નિકિત્તા દત્તાનો અભિયન પણ સુંદર છે. હેમંત શાહના રોલમાં અભિષેક બચ્ચન ફરી એકવાર પોતાની કાબિલિયત સાબિત કરવામાં સફળ રહ્યાં છે. જો કે, બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના દીકરા હોવાના કારણે અભિષેક બચ્ચન પાસેથી દર્શકોને વધારે આશા હોય તે સ્વભાવિક છે. હેમંત શાહની માતાના રોલમાં સુપ્રિયા પાઠક પોતાના અભિયનથી દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યાં છે. વીરેન શાહના રોલમાં સોહમ શાહ અને મારા રાવના રોલમાં ઈલિયાના પણ પોતાના અભિનયની છાપ છોડી જાય છે.