Site icon Revoi.in

અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી આ દિવસે OTT પર થશે રિલીઝ

Social Share

મુંબઈ:અભિષેક બચ્ચન અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘દસવી’ ઘણી ચર્ચામાં છે.પહેલા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાના સમાચાર હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે કે,નિર્માતાઓએ આ ફિલ્મને થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ કરવાનું મન બનાવી લીધું છે.જે પછી બે OTT ચેનલો આ ફિલ્મને તેમના પ્લેટફોર્મ પર લાવવાની રેસમાં હતી, પરંતુ સમાચાર અનુસાર, હવે આ ફિલ્મ 7મી એપ્રિલ 2022ના રોજ OTTના Jio સિનેમા અને Netflix પર રિલીઝ થશે

ફિલ્મ દસવીના ઘણા પોસ્ટર લોકોની વચ્ચે આવ્યા ત્યારે તેમાં અભિષેક બચ્ચનનો રફ એન્ડ ટફ લુક સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે,આ ફિલ્મમાં તેના પાત્રનું નામ ગંગા ચૌધરી હશે.જે ખૂબ જ દમદાર પાત્ર હશે.

ફિલ્મમાં યામી ગૌતમ, નિમરત કૌરનો લૂક પણ ચાહકોને પસંદ આવ્યો છે.યામી આઈપીએસ ઓફિસર બની છે જેનું નામ જ્યોતિ દેસવાલ છે.