Site icon Revoi.in

23 નવેમ્બરના રોજ લગભગ 4 લાખ 63 હજાર 417 મુસાફરો ફ્લાઇટમાં થયા સવાર,ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં બન્યો નવો રેકોર્ડ

Social Share

દિલ્હી: ભારતનો ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક શનિવારે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુરુવારે લગભગ 4,63,417 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. નવેમ્બરમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓછામાં ઓછા ચાર વખત નવા ઉચ્ચ રેકોર્ડ પર પહોંચ્યો હતો. કોવિડ પછી ભારતના ઘરેલુ વિમાનમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રગતિશીલ નીતિઓ અને મુસાફરોમાં ઊંડો વિશ્વાસ તેને દરેક ફ્લાઇટ સાથે દરરોજ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.”

સત્તાવાર માહિતી અનુસાર, ગુરુવારે (23 નવેમ્બર) ઘરેલુ મુસાફરોની કુલ સંખ્યા 4,63,417 હતી અને ફ્લાઇટ આવનજાવનની સંખ્યા 5,998 હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે,ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં એક નવો રેકોર્ડ બન્યો છે. 18, 19 અને 20 નવેમ્બર – સ્થાનિક હવાઈ ટ્રાફિક સતત ત્રણ દિવસ નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો.

ગુરુવારે સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 4,63,417ની નવી ઊંચી સપાટીએ પહોંચી છે. નવેમ્બર મહિનામાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા ઓછામાં ઓછા ચાર વખત સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. કોરોના સમયગાળા પછી ભારતના સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રનો કાયાકલ્પ માત્ર જબરદસ્ત જ નહીં પરંતુ પ્રેરણાદાયી પણ છે.