Site icon Revoi.in

રાજકોટ: ગોંડલ પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

Social Share

રાજકોટ: ગોંડલના મોટી ખિલોરી પાસે અકસ્માત સર્જાયો. ગામની પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જાણકારી અનુસાર બોલેરોમાં શાકભાજી ભરેલી હતી અને બોલેરોનું ટાયર ફાટતા અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાયો. અકસ્માતના પગલે બે લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

હાલ કારમાં સવાર તમામ લોકોને સારવાર અર્થે ગોંડલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે,બોલેરો ચાલક અકસ્માત સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..