Site icon Revoi.in

પ્રશાંત કિશોરના મતે રાહુલ ગાંધી બની શકે પીએમ,કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય

Social Share

દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ વિના જ વિપક્ષને આગળ લઈ જવા માગી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,યુપીએ હવે જીવંત નથી,આ વાત મમતા બેનર્જી દ્વારા ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ મહારાષ્ટ્રના પ્રવાસે હતા.

જો કે તેમના આ પ્રકારના વર્તન અને નિવેદન પર શિવસેનાના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે,કોંગ્રેસ વગર વિપક્ષ શક્ય નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે એ પણ કહ્યું હતું કે,મમતા દીદીએ પોતાની આ પ્રકારની વિચારધારા બદલવી જોઈએ.

હવે આમાં સૂર પ્રશાંત કિશોરે મળાવ્યા છે અને કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે અને કોંગ્રેસ વિના તો વિપક્ષ અશક્ય છે. પ્રશાંત કિશોર એટલે કે પીકે ને પૂછવામાં આવ્યું કે, શું ગાંધી પરિવાર કોઈ ગાંધી પરિવાર વિનાનાં નેતૃત્વમાં કોંગ્રેસને ચાલવા દેશે ત્યારે પીકેએ હામાં જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,આજે પણ ભારતમાં મોટા ભાગની જનતા એવી છે કે જેઓ પોતાના મતઅનુસાર માની રહ્યા છે કે સત્તામાં ભાજપ અથવા કોંગ્રેસ બે માંથી કોઈ એક જ પાર્ટી હોવી જોઈએ.

પીકેએ ફરી એકવાર બિહારના સીએમ નીતીશકુમાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલ તેઓ મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ભાજપને ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૨૨માં યુપીમાં વધારે સીટો મળી શકે છે તેવી ધારણા તેમણે રજૂ કરી હતી. પ્રશાંત કિશોરે અમરિન્દર સિંહ સાથે ક્યારેય કામ નહીં કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં તેમણે પોતાની નવી પાર્ટી રચવાના સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે રાજકારણમાં આવવા કે કામ કરવા કોઈ પક્ષમાં જ જોડાવવું જરૂરી નથી. પોતાની પાર્ટી પણ રચી શકાય છે.