Site icon Revoi.in

ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરની સિદ્ધી -ક્યાંય પણ રોકાયા વગર સતત 1,910 કિમીની યાત્રા કરી

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં દેશના પ્રધાનમંત્રી મોદીએ સતત કારર્યશીલ જોવા મળે છે, અત્યાર સુધી ત્રણેય સેનાઓને મજબૂત બનાવા માટે તેમણે ઘણા કાર્યો કર્યા છે, ત્યારે ભારતીય વાયુસેના પણ હવે અનેક ટેકનોલોજીથી સજ્જ બની છે, આ સાથે જ વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ચંદીગઢથી આસામના જોરહાટ સુધી સાડા 7 કલાકની ઉડાન ભરીને એક રેકોર્ડ બનાવ્યો છે. આ અત્યાર સુધીની સૌથી લાંબી નોન-સ્ટોપ હેલિકોપ્ટર ફ્લાઇટ યાત્રા છે. આ બાબતને લઈને સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી.

ચિનૂકે 1910 કિમીની યાત્રા 7 કલાકમાં નોનસ્ટોપ કરી

માહિતી આતતા તેમણે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે આ દરમિયાન ચિનૂકે 1,910 કિમીનું અંતર કાપ્યું હતું. હેલિકોપ્ટરની ક્ષમતાની સાથે ભારતીય વાયુસેનાના ઓપરેશનલ પ્લાનિંગ અને અમલીકરણને કારણે આ શક્ય બન્યું છે.ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રવક્તાએ આ અંગે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ચંદીગઢ થી જોરહાટ આસામ વચ્ચે સૌથી લાંબી નોન-સ્ટોપ ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરે 1910 કિમીની સફર 7 કલાક 30 મિનિટમાં પૂરી કરી હતી.

જાણો આ હેલિકોપ્ટરની ખાસિયત

ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ ઘણા કામોમાં થાય છે. તેના દ્વારા સૈનિકો, હથિયારો, ઈંધણ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જવામાં આવે છે. તે જ સમયે, આ હેલિકોપ્ટર આપત્તિના સમયે પણ રાહત અને બચાવ માટે ઘણી મદદ કરે છે.આ હેલિકોપ્ટર સરળતાથી 9.6 ટન વજન ઉપાડી શકે છે. ભારતે આ હેલિકોપ્ટર અમેરિકા પાસેથી ખરીદ્યા હતા. હાલમાં દેશમાં કુલ 15 ચિનૂક હેલિકોપ્ટર છે.

Exit mobile version