Site icon Revoi.in

સમગ્ર દેશમાં 4.5 ટકા લોકો ફરીથી કોરોના સંક્રમિત થયા- વૈજ્ઞાનિકોએ કહ્યું, વેક્સિન લેવાનો અર્થ સુરક્ષા નથી

Social Share

દિલ્હી – દુનિયાભરમાં વિતેલા એક વર્ષ વર્ષથી કોરોના વાયરસ નો કહેર ફએલાઈ રહ્યો છે.કોરોનાના કેસોમાં રફ્તાર વધી રહી છે, ભારત, અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

સંક્રમણ સામે લોકોને વધુને વધુ વેક્સિન આપવામાં આવી રહી છે જો કે કોરોનાના કેસો એવા પણ નોંધાયા છે કે જેમણે વેક્સિનના બન્ને ડોઝ લીધા છે તેઓ પણ ફરી કોરોનાગ્રસ્ત થયા છે ત્યારે આ મામલે એક ચોંકાવનારો આંકડો જારી થયો છે,સમગ્ર વિશ્વમાં 1 ટકા લોકોને ફરીથી કોરોના થયેલો જોવા મળે છે, જ્યારે આ દર આપણા દેશ ભારતમાં. 4.5 ટકા જોવા મળઅયો છે

આ સમગ્ર મામલે એક રિપોર્ટ પ્રાશીત કરવામાં આવ્યો છે,એચ.ટી. રજૂ થયેલા આ એહવાલ ભારતીય તબીબી સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યો ગતો તેમાં જણઆવાયું છે કે, સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી ફરી સંક્રમિત થેયલા દર્દીઓનો દર ફક્ત એક ટકા છે, જ્યારે આજ બાબતે ભારતમાં ફરીથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4.5 ટકાને પાર જોવા મળે છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ કરેલા અધ્યયનમાં આપેલ માહિતી મુજબ દેશમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં વધારો થયો છે, આ સાથે જ નવા કોવિડ સ્ટ્રેનની પણ ટિંતા વધી છે.મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

વેક્સિન લીધા પછી પણ સાવચેત રહેવાની જરુર છે માત્ર વેક્સિન લીધી એટલે કોરોના નહી થાય તે ઘારણા બદલીને માસ્ક પહેરવા સાથે તમામ કોરોનાના નિર્દેશોનું પાલન કરવું જોઈએ.

સાહિન-

Exit mobile version