Site icon Revoi.in

આસામ સરકારની બાળલગ્નને લઈને કાર્યવાહી, નકલી ડોક્યુમેન્ટ બનાવી બાળલગ્ન કરાવનારા 15 લોકોની કરી ઘરપકડ

Social Share

ગુહાવટીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી આસામ સરકાર બાળલગ્ન અટકાવવા માટે સતત પ્રત્નશીલ છે અને આમ કરનારાઓ સામે ગુનો નોંઘીને કાર્યવાહી પણ કરી રહી છએ ત્યારે બાળ લગ્નને લઈને આસામ પોલીસ દ્રારા 25 લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આસામમાં બાળ લગ્ન સામે સતત કડક પગલાં લઈ રહી છે. આ ક્રમમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકોએ હૈલાકાંડી જિલ્લામાં નકલી દસ્તાવેજો તૈયાર કરીને બાળ લગ્ન કરાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક કાર્યક્રમમાં ચેતવણી આપી હતી. તેમણે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં આગામી 10 દિવસમાં બાળ લગ્નમાં સામેલ 3000 લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ અગાઉ પણ આસામ સરકાર દ્રારા અનેક લોકોની ઘરપકડ કરીને કેસ નોંધવામાં આવી ચૂક્યા છે આસામમાં મોટા પ્રમાણમાં બાળલગ્ન થતા હોવાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારે હવે કાઝીએ ફરિયાદ કરી હતી કે 16 લોકો નકલી કાઝી બનીને બાળ લગ્ન કરાવે છે.

જાણકારી  મુજબ ધરપકડ કરાયેલા લોકો પર નકલી દસ્તાવેજો તૈયાર કરીને બાળ લગ્ન કરાવવાનો આરોપ છે. આ લોકોને હૈલાકાંડી, પંચગ્રામ, કટલીચેરા, અલ્ગાપુર, લાલા, રામનાથપુર અને બિલાઈપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 

માહિતી પ્રમાણે ફરિયાદના આઘારે પોલીસે બુધવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી હતી. અધિકારીએ જણાવ્યું કે  પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. દરેકને જુદા જુદા વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.