Site icon Revoi.in

એક્ટર અભિષેક બચ્ચન,અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ‘ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન’માં તિરંગો લહેરાવશે- મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા

Social Share

મુંબઈઃ- ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે, અભિનેતા અભિષેક બચ્ચન અને ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ 13 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે. મેલબર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલની આગામી આવૃત્તિમાં મુખ્ય વક્તા એવા બંને સ્ટાર્સ ફેડરેશન સ્ક્વેર ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા જોવા મળશે.

,સોશિયલ મીડિયા પર બંનેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે અભિષેક બચ્ચન હાજર રહેશે. આ દરમિયાન તેણે કહ્યું કે સિનેમા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આમંત્રિત થવું તેના માટે ખૂબ જ ગર્વની વાત છે.આ વાતને લઈને તેમના પ્રસંશકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના લોકો ભારતીય ફિલ્મો અને ક્રિકેટને પસંદ કરે છે. આ જ કારણ છે કે આ વર્ષે અભિષેક બચ્ચન અને ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવને આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. મેલબર્નનો ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 12 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે.આ ઉત્સવ ભારતની બહાર આયોજિત થનારા સૌથી મોટા ભારતીય ફિલ્મ ઉત્સવોમાંનો એક છે અને ઓસ્ટ્રેલિયન સરકાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરી રહી છે.

અભિષેક બચ્ચને વધુમાં કહ્યું કે, કપિલ સર સાથે આ પ્લેટફોર્મ શેર કરવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. તે ઓસ્ટ્રેલિયા અને ભારતની મિત્રતાનું પ્રતીક પણ છે. સિનેમા અને ક્રિકેટે હંમેશા ભારતીયોને જોડી રાખ્યા છે. આવી સ્થિતિમાં આટલા બધા લોકો વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી મારા માટે ગર્વની વાત હશે