Site icon Revoi.in

અભિનેતા અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઘૂમર’નું ટ્રેલર રિલીઝ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન ઘણા સલમય બાદ ફિલ્મમાં પરત ફરી રહ્યા છે ત્યારે તેમની અપકમિંગ ફિલ્મ ઘીમરનું આજરોજ શુક્રવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.હાલ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘ઘૂમર’ને લઈને ચર્ચામાં છે.

જો કે આ ફિલ્મ થોડૂ લેટ રિલીઝ કર્યું છે આ પહેલા આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ 3 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ અભિષેક બચ્ચને ‘ઘૂમર’નું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ મોકૂફ રાખી હતી. પરંતુ હવે બધાની રાહ પૂરી થઈ છે અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ ફિલ્મનું ટ્રેલર  લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિષેક બચ્ચન કોચ તરીકે મજબૂત અભિનય કરી રહ્યો છે, જ્યારે સયામી ખેર તેને એક ખેલાડી તરીકે ખાસ બનાવી રહી છે.
સયામી આ ફિલ્મમાં ડાબા હાથના બોલરની ભૂમિકા ભજવી રહી છે, જે એક અપંગ વ્યક્તિ છે. આ માટે સયામીને પાછળ ચાલવાની સખત જરૂર હતી કારણ કે તે તેના જીવનના સામાન્ય કામ તેના જમણા હાથથી જ કરે છે. આવી સ્થિતિમાં સયામીએ મુરલી કાર્તિક પાસેથી આ ખાસ તાલીમ લીધી છે. જે પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે.
ફિલ્મની વાર્તા એક એવી છોકરી પર આધારિત છે જે દિવ્યાંગ છે અને એક હાથના અભાવે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. એક સમય એવો આવે છે જ્યારે તે મરવા માંગે છે, પરંતુ એક હાથના અભાવને કારણે તે તે પણ કરી શકતી નથી. ત્યારે તેના કોચ (અભિષેક બચ્ચન) તેને દેશ માટે રમવાની સલાહ આપે છે.

 

Exit mobile version