Site icon Revoi.in

એક્ટર અરબાઝ ખાનનો આજે 54 મો બર્થડેઃ  ‘દરાર’ ફિલ્મથી કરી હતી બોલિવૂડમાં એન્ટ્રી

Social Share

 

મુંબઈઃ બોલવૂડના જાણીતા સુપર સ્ટાર સલમાન ખાનના ભાઈ એટલે કે અરબાઝ ખાન આજે 4 ઓગસ્ટના રોજ પોતાનો 54 મો જન્મદિવસ મનાવી રહ્યા છે.જો કે અરબાઝ અત્યાર સુધી સલમાન ખાનના જેમ ફેમસ નથી બની શક્યો .બોલિવૂડમાં સલમાનની જેમ તે સફળતા પામવામાં નિષ્ફળ રહ્યા છે, છંત્તા પણ અનેક ફિલ્મો થકી એક આગવી ઓળખ બનાવી છે.

અરબાઝ ખાન સપોર્ટિંગ રોલમાં વધુ જોવા મળ્યા છે.  વર્ષ 1996 માં, અરબાઝે ફિલ્મ ‘દરાર’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી અને તે પણ તેણે ફિલ્મના અભિનય બદલ ફિલ્મફેર એવોર્ડ જીત્યો.,તેણે ફિલ્મના નેગેટિવ રોલથી લોકોના દિલ જીત્યા ત્યાર બાદ તેમની ફિલ્મ પ્યાર તો હોના હી થા,ખૂબ સફળ રહી આ ફિલ્મ દ્રારા તેમને આગવી ઓળખ મળી.

અરબાઝ ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને ક્યારેય તેના સ્ટારડમ મળ્યા નહીં જે તેના ભાઈ સલમાનને મળ્યા છે. જોકે આ બધી બાબતો હોવા છતાં સલમાન સોહેલ અને અરબાઝ વચ્ચે ઘણો પ્રેમ જોવા મળે છે. ત્રણેય ભાઈઓ જ્યાં પણ  જાય છે સાથે જાય છે .

અરબાઝની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ ફિલ્મ ‘દબંગ’ હતી જેમાં તેણે ભૂમિકા પણ ભજવી હતી અને ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. આ પછી તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ અરબાઝ ખાન પ્રોડક્શન ખોલ્યું. દબંગ 2 તેના બેનર હેઠળ બનાવવામાં આવી હતી અને આ ફિલ્મને પણ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.અભિનેતા તરીકે જેટલી સફળતા નહોતી મલી તેટલી આ દબંગ ફિલ્મથી મળી ચૂકી છે.

જાણો તેમના વિશેની કેટલીક વાતો

અરબાજ ખાને તેમની પત્ની સાથે સોની ટીવી પર પ્રસારિત કરાયેલા એક રિયાલિટી ટીવી શો ‘પાવર કપલ’  પણ હોસ્ટ કર્યો હતોવર્ષ 2010 માં, તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘અરબાઝ ખાન પ્રોડક્શન્સ’ શરૂ કર્યું અને તેમના નિર્માણ હેઠળ બનેલી પહેલી ફિલ્મ સલમાનની દબંગ હતી જે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. દબંગની સફળતા પછી દબંગ 2 બનાવી, જે પણ એક બ્લોકબસ્ટર હિટ પણ સાબિત થઈ.તેણે વર્ષ 2017 માં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ પર બેટ્સમેન લગાવવાની કબૂલાત આપી હતી.

તેમણે 12 ડિસેમ્બર 1998 ના રોજ બોલીવુડની મશહૂર એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને અરહાન નામનો એક પુત્ર છે. કેટલાક કારણોસર આ દંપતીએ છૂટાછેડા લઈ લીધા  હતા

Exit mobile version