Site icon Revoi.in

એક્ટર ગુરમીત ચૌધરીએ કોરોના સામે લડવાનો મોટો નિર્ણય લીધો, આ 2 શહેરોમાં ખોલી રહ્યા છે 1000 બેડની હોસ્પિટલ

Social Share

મુંબઈ : ટીવીના મશહૂર એક્ટર ગુરમીત ચૌધરી આજકાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે સતત કોરોના અંગેની માહિતી તેમના ચાહકોને શેર કરતા રહે છે. એક્ટર પોતાના સોશિયલ મીડિયા પર ઘણાં દિવસોથી આ વાતને પોસ્ટ કરી રહ્યા છે કે, કોરોના સંક્રમિતોને સારવાર મળવામાં મુશ્કેલી આવી રહી છે.

એક્ટરે હાલમાં જ તેની એક પોસ્ટમાં લખ્યું હતું કે, ઓક્સિજન,હોસ્પિટલોમાં બેડ અને સારવાર માટે હાહાકાર મચી જવા પામ્યો છે. તેઓ તેમના માટે કંઈક કરવા માગે છે,પરંતુ તેઓ લાચાર છે. જ્યાં સોનુ સૂદ પણ કોરોના દર્દીઓ માટે સતત કામ કરી રહ્યા છે.એવામાં હવે ગુરમીત ચૌધરીએ આ માટે મોટું પગલું ભરવાનું વિચાર્યું છે.

હાલમાં જ એક્ટરે તેના સોશિયલ મીડિયા પર એક મોટા સમાચાર શેર કર્યા છે. આ સમાચારમાં એક્ટરે જણાવ્યું કે, તે ખૂબ જ જલ્દી સામાન્ય લોકો માટે હોસ્પિટલ ખોલવાની તૈયારીમાં છે. જેનાથી ઘણા લોકોને મદદ મળશે. ગુરમીતે કહ્યું કે, તેની પહેલી શરૂઆત પટનાના બિહાર અને લખનઉમાં કરવા જઇ રહ્યા છે. ગુરમીતની આ પોસ્ટ જોયા બાદ ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર ઉલ્લેખ કર્યો હતો કે, તે આ કામ કરવા માંગે છે. “હું ઈચ્છું છું કે કાશ, હું 10 હજાર બેડની ચેરીટેબલ હોસ્પિટલ 10 જુદા-જુદા શહેરોમાં ખોલી શકું.” એવામાં ગુરમીતે તેની પોસ્ટના બીજા જ દિવસે તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.