Site icon Revoi.in

અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને છટ્ઠના પર્વની શ્રદ્ધાળુઓને પાઠવી શુભેચ્છા 

Social Share

 

મુંબઈઃ- આજરોજ સમગ્ર દેશભરમાં છઠ્ઠનો મહાપ્રવ મનાવવામાં આવી રહ્યો છે,આ ચાર દિવસીય પૂજાનો આજે ત્રીજો દિવસ છે અને વ્રતીઓ સૂર્ય અને તેની બહેન છઠ્ઠી માયાની પૂજા કરી રહ્યા છે. આ અવસર પર બોલિવૂડ એક્ટર ઋતિક રોશને સોશિયલ મીડિયા પર તમામ શ્રધ્ધાળુંઓ એવા ચાહકોને છઠના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે વર્ષ 2019માં આવેલી રિતિક રોશનની ફિલ્મ સુપર 30 આવી હતી ત્યાર બાદથી દર વર્ષે અભિનેતા  ભક્તોને છઠની શુભકામનાઓ આપવાનું ભૂલતા નથી.

આ પહેલીવાર નથી કે જ્યારે રિતિક રોશન લોકોને છઠ પર પ્રોત્સાહિત કર્યા ય. સુપર 30 ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે આનંદનું પાત્ર ભજવ્યું હતું અને બિહારની પરંપરા અને રિવાજોને નજીકથી સમજ્યો હતો. આ સમય દરમિયાન તેમને છઠ પૂજા અને તેના મહિમા વિશે નજીકથી જાણવાનો ખાસ પ્રયત્ન કર્યો હતો. ત્યારથી તે દર વર્ષે છઠ પૂજા પર લોકોને શુભેચ્છા પાઠવે છે.

આ ફિલ્મમાં ઋતિક રોશને બિહારની દરેક પરંપરાઓને નજીકથી જોઈ હતી અને સમજી હતી બસ ત્યાથી તેઓ દર વર્ષે આજના આ પાવન પ્રવ પર તમામ શ્રધ્ધાળુંઓને શુભેચ્છાઓ પાઠવવાનું ક્યારેય ચૂકતા જ નથી.

Exit mobile version