Site icon Revoi.in

બોલિવૂડમાં છૂટાછેડાના વધતા કેસ વચ્ચે હવે અભિનેતા ઈમરાન ખાન પણ પત્ની અવતિંકા મલેકથી થશે અલગ

Social Share

મુંબઈઃ-  બી ટાઉનમાં છેલ્લા ઘણા સમયથી છૂટાછેડા લેવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જો વર્ષો પહેલાની વાત કરીએ તો, સેફ અલીખાન અને અમૃતા રાવ, ઋતિક રોશન અને સુજેન ખાને પણ છૂટાછેડા લીધા હતા જો હમણા થોડા સમય પહેલા જ જોઈએ તો આમીર ખાને પત્ની કિરમ સાથે છૂટાછેડા લીધા, ત્યારે તાજેતરમાં જ અભિનેતાએ સોહેલ ખાને પણ પત્ની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.આ પહેલા અરબાજ અને મલાઈકા પણ છૂટાછેડા લઈ ચૂક્યા છે ત્યારે હવે ઈમરાન ખાને પણ પત્ની અવતિંકા મલેકથી દૂર થવાનો નિર્ણય લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે.

અભિનેતાએ તેની પત્ની અવંતિકા મલિક સાથેના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. બંને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. પત્ની અવંતિકા મલિક સાથે ઈમરાન ખાનના સંબંધો ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યા હતા. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું હતું કે છેલ્લા કેટલાક સમયથી બંને અલગ રહેતા હતા. આવી સ્થિતિમાં હવે બંનેએ આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

અભિનેતા એ લાંબા વખતના અફેર પછી વર્ષ 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી, વર્ષ 2014 માં, દંપતી એક પુત્રી ઇમરાના માતા-પિતા બન્યા. જો કે પુત્રીના જન્મ બાદ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. બાદમાં તેમના સંબંધોમાં કડવાશ એટલી હદે વધી ગઈ કે વર્ષ 2019માં અવંતિકા ઈમરાનથી અલગ થઈ ગઈ અને તેના માતા-પિતાના ઘરે રહેવા ગઈ.ત્યારે હવે ફાઈનલી આ બન્નેએ છૂટાથવાનો નિર્ણય લઈ લીધો છે.

ઈમરાન ખાન 2015માં આવેલી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ અને કરિયર ઉપરાંત, અભિનેતા તેની અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અભિનેતા અને તેની પત્ની વચ્ચે વધતું અંતર બધાની સામે આવી રહ્યું હતું હવે ફાઈનલી બન્ને અલગ થવા જઈ રહ્યા છે.