Site icon Revoi.in

અભિનેતા ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ અપનો સે બેવફાઈ ટૂંક સમયામાં સિનેમાઘરોમાં થશે રિલીઝ

Social Share

મુંબઈઃ– ઈરફાન ખાન એક એવા એક્ટર છે કે જે આ દુનિયાને અલવિદા કહ્યું છે જો કે આજે પણ તેમના અભિનયથી તેઓ લોકોના દિલમાં જીવંત જોવ મળે છે.બોલિવૂડના ફેમસ એક્ટર ઈરફાન ખાન તેના શાનદાર અભિનય અને મજબૂત ડાયલોગ માટે જાણીતા છે. ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક ઈરફાન ખાને પોતાના દરેક પાત્રથી દર્શકોનું મનોરંજન કર્યું. અભિનેતાને બે વર્ષ વીતી ગયા, પરંતુ તેમ છતાં, તેના પાત્રો અને તેની ફિલ્મો હંમેશા તેની હાજરીનો અહેસાસ કરાવશે. આ દરમિયાન ઈરફાનના ચાહકો માટે હવે વધુ સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

અચાનક દુનિયાને અલવિદા કહેનાર ઈરફાન ખાને ઘણી ફિલ્મો અને પ્રોજેક્ટ અધૂરા છોડી દીધા. તેના ઘણા પ્રોજેક્ટ એવા છે જે હજુ સુધી રિલીઝ થયા નથી. આવી સ્થિતિમાં હવે તેની એક ફિલ્મ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરફાન ખાનની ફિલ્મ ‘અપનો સે બેવફાઈ’ ટૂંક સમયમાં જ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અગાઉ અભિનેતાની બીજી પુણ્યતિથિ પર રિલીઝ થવાની હતી, પરંતુ તેમ થયું નહીં.કોરોનાના કારણે પણ આ ફિલ્મની રિલીઝ અટકી હતી ત્યારે હવે આ ફિલ્ન રિલીઝ થવાની તૈયારીમાં જોવા મળી રહી છે

હવે ફિલ્મના દિગ્દર્શક પિયુષ શાહે આ વિશે જણાવ્યું કે ‘અમે ઈચ્છતા હતા કે દર્શકો અમારા આ ફેમિલી એન્ટરટેઈનરને જોવા આવે.’ પરંતુ આ અઠવાડિયે 29 એપ્રિલે પહેલેથી જ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હતી. ફિલ્મ ‘અપનો સે બેવફાઈ’ને વર્ષ 2019માં જ CBFC તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું, ત્યારબાદ મેકર્સ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ બાદમાં ફરી કોરોના વાયરસના કારણે તે સમયે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.

ફિલ્મ અપનોં સે બેવફાઈ એપ્રિલ 2020માં રિલીઝ કરવા માગતા હતા. આ ફિલ્મ અંગ્રેઝી મીડિયમ પછી જ રિલીઝ થવાની હતી, પરંતુ પછી લોકડાઉન થયું અને પછી ફિલ્મની રિલીઝની યોજના મોકૂફ રાખવી પડી. જો કે ફિલ્મ કઈ તારીખે સિનેમાઘરો આવશે તે અંગે હજી કો ઈસત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી પરંતુ દર્શકો ટૂંક સમયમાં ફરી ઈરફઆન ખાનની શાનદાર એક્ટિંગને રુપેરી પરડે જોઈ શકશે.

Exit mobile version