Site icon Revoi.in

કાર્તિક આર્યનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર રિલીઝ- જર્નાલિસ્ટના જીવનની એક્શનથી ભરપુર કહાનિ

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં છેલ્લા ઘણા સયથી અભિનેતા કાર્તિક આર્યન જાણીતા એક્ટરની શ્રેણીમાં આવ્યા છે, તેમની ઘણી ફિલ્મોએ દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે, પતિ પત્ની ઓર વો જેવી ફિલ્મ પછી તેઓ દર્શકોના ફેવરિય એક્ટર તરીકે ઊભરી આવ્યા છે.ત્યારે હવે કાર્તિક આર્યનની  મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

 ઉલ્લેખનીય છે કે કાર્તિક આ પહેલા ક્યારેય આ પ્રકારના રોલમાં દર્શકોને જોવા મળ્યો નથી,ચાહકો તેના આ નવા અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ટ્રેલરે દર્શકોને દરેક વસ્તુની ઝલક દેખાડે છે જે તેમને ફિલ્મમાં જોવા મળશે. અભિનેતાએ પોતાની જાતને સંપૂર્ણપણે પાત્રમાં ઢાળી દીધી છે.

‘ધમાકા’માં, કાર્તિક અર્જુન પાઠકની ભૂમિકા ભજવે છે, જે એક નિષ્ઠુર ભૂતપૂર્વ ન્યૂઝ એન્કર છે, જેને તેના રેડિયો શોમાં ભયજનક કોલ આવે છે અને કારકિર્દીમાં પુનરાગમન કરવાની તક જુએ છે. જોકે, અર્જુન પાઠકે પણ આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે.એક્શનથી ભરપુર છે આ ફિલ્મ.તેના જીવનમાં આ કોલથી એક વળાંક આવે છે તેની સમગ્ર કહાનિ છે ધમાકા.

જૂઓ ધમાકા ફિલ્મનું ટ્રેલર

આ ફિલ્મમાં અભિને કાર્તિક આર્યન આ ફિલ્મમાં જર્નમાલિસ્ટ અર્જુન પાઠકની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં કાર્તિક ખૂબ જ ઈન્ટેન્સ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના નિર્દેશક રામ માધવાની છે. કાર્તિક આર્યન ફિલ્મમાં  પહેલી વાર એક અલગ ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને ચોક્કસ અભિનેતાના પરિવર્તનથી ચાહકોને આશ્ચર્ય થયું છે. સ્વાભાવિક છે કે કાર્તિકે અત્યાર સુધી રોમેન્ટિક-કોમેડી ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે. આવી સ્થિતિમાં ‘ધમાકા’ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

Exit mobile version