Site icon Revoi.in

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને  મળ્યો હોલિવૂડ ફિલ્મમાં લીડ રોલ- ‘લક્ષ્મણ લોપેજ’માં જોવા મળશે

Social Share

મુંબઈઃ-  ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી એક જાણીતો ચહેરો છે,તેઓ એક આગવી ઓળખ બનાવામાં સફળ રહ્યા છે  ત્યારે હવે તેઓ બોલિવૂડથી લઈને હોલિવૂડનો સફર પણ ખેડવા જઈ રહ્યા છે. વિતેલા દિવસને  મંગળવારના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ  સિદ્દીકીએ જલવો બતાવ્યો હતો

ત્યારે હવે નવાઝુદ્દીન સિદ્દીકી અમેરિકન ઈન્ડી ફિલ્મ લક્ષ્મણ લોપેઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોબર્ટો જીરાલ્ટ આ ક્રિસમસ થીમ આધારિત ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં યુએસમાં રિલીઝ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકીને પૂછવામાં આવ્યું કે તેણે અચાનક આ પ્રોજેક્ટ કેમ સ્વીકાર્યો.

આ સવાલના જવાબમાં સિદ્દીકીએ કહ્યું છે, “શરૂઆતથી, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવું એ કંઈક અલગ છે અને તેણે અચાનક મારું ધ્યાન ખેંચ્યું. દિગ્દર્શક રોબર્ટો જીરોલ્ટે કેમેરાની સામે પોતાનો પાવર અને કમાન્ડ બતાવી ચૂક્યા છે.તેઓ કલાકારોની જૂદી જૂદી સાઈડ રિવીલ કરે તે ઘણી દિલચસ્પ વાત છે

નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું, ‘આ એક વેલકમ ચેલેન્જ હતો જેની હું હંમેશાથી આતુરતકાથી રાહ  જોઉં છું. મને ખાસ કરીને લક્ષ્મણ લોપેઝ નામ ગમ્યું.જણે મારા મનમાં ક્રિયોસિટી વધારી. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીને સાઈન કરવા પર રોબર્ટોએ કહ્યું, “સૌથી પહેલા જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મેં પરફેક્ટ લક્ષ્મણ લોપેઝને શોધવાનું શરૂ કર્યું.”છેવટે આ ફિલ્મ માટે બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીનની પસંદગી કરવામાં આવી

Exit mobile version