Site icon Revoi.in

અભિનેતા રાજકુમાર રાવ  તેની ગર્લફ્રેંડ પત્રલેખા સાથે લગ્નના બંધનમાં બંધાશે, ફંકશનની તૈયારીઓ શરુ

Social Share

 

દિલ્હીઃ- બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેકા વિશેના એક ન્યૂઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, આજે એટલે કે 10 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી રાજકુમાર અને પત્રલેખા તેમના લગ્નના કાર્યોમાં વ્યસ્ત રહેશે. આ કપલના સિક્રેટ વેડિંગ વેન્યુ પણ સામે આવી ચુક્યું છે.

આ કપલ માટે ફેલાઈ રહેલી અફવાઓની જો માનીએ તો આ યુગલ લગ્ન માટે ગત દિવસે ચંદીગઢમાં તેમના પરિવાર સાથે રવાના થયું હતું. સ્પષ્ટ છે કે બંને ચંદીગઢથી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે રાજકુમાર અને પત્રલેખા દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, આજે આ કપલના લગ્નને લઈને તે બધા દાવા કરવામાં આવી રહ્યા છે, તેનો જવાબ પણ હવે મળી જશે.

એક મીડિયા એહવાલ પ્રમાણે રાજકુમાર રાવ ચંદીગઢમાં ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે , “રાજકુમાર રાવ અને પત્રલેખા એક આત્મીય સમારોહમાં લગ્ન કરવાના છે. તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માત્ર પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કર્યા છે.” રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રલેખાનો પરિવાર શિલોંગથી આવી ચૂક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કપલ 10-11-12 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલ મુંબઈમાં એક અંતરંગ લગ્ન સમારોહમાં સાત ફેરા લેશે. વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની ચિંતાને કારણે દંપતી લગ્નનો પ્રસંગ ખૂબ નાનો રાખ્યો છે, જ્યા ખૂબ જ અંગતના લોકોને જ બોલવાવામાં આવશે આ સાથે જ સ્થળ તરીકે ચંદીડઢની પસંદગી કરવામાં આવી છે.

જો કે આ તમામ બાબતો મીડિયા એહેવાલ અને લોકોની અફવાો પર આધારીત છે, જો આ વાત શક્ય બને છે તો આજથી ત્રમ દિવસની અંદર રાજકુમાર રાવના લગ્નની પૃષ્ટિ થઈ જશે, કારણ કે સુત્રોના કહેવા પ્રમાણે આજથી લગ્નની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.

Exit mobile version