Site icon Revoi.in

સ્ક્રિન પર પહેલી વાર સોમાન્સ અને કોમેડિ કરતી જોવા મળશે અભિનેતા રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડી – ‘Untitled’ ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે 

Social Share

મુંબઈઃ- કોરોનાને લઈને બોલિવૂડ જગતમાં ફિલ્મો આવતી અટકી ગઈ હતી ્ને જે કોી ફિલ્મો રિલીઝ થતી હતી તે ઓટીટી પર રિલીઝ કરવામાં આવતી હતી જ્યારે હવે કોરોનામાં રાહત મળતાની સાથે બી ટાઉનમાં જાણે ફિલ્મોની લાઈનો લાગી રહી છે,કેટલીક ફિલ્મો રિલીઝ થવાને આરે છે તો કેટલીક ફિલ્મનું અટકેલપં શૂટિંગ શરુ કરવામાં યઆવી ચૂક્યું છે.ત્યારે હવે પ્રથમ વખત અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ક્રિન પર આવશે.

અભિનેતા રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂર અભિનીત  અનટાઈટલ્ડ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે રિલીઝ થવાની હતી. જોકે હવે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી છે. હવે આ ફિલ્મ માર્ચ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

મળતી માહિતી પ્રમાણે આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન અને નિર્માણ લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે.લવ રંજન અગાઉ પંચનામા ફ્રેન્ચાઈઝી અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે.

લવ ફિલ્મ્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટે એક અપડેટ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

https://twitter.com/LuvFilms/status/1498676478598586374?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1498676478598586374%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fphoto-gallery%2Fentertainment%2Fbollywood%2Franbir-kapoor-shraddha-kapoor-starrer-untitled-film-of-luv-ranjan-will-release-on-holi-2023

લવ ફિલ્મ્સે લખ્યું છે કે , “રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત લવ રંજનની આગામી ફિલ્મ હોળી 8 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે!” લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત, ગુલશન કુમાર અને ભૂષણ કુમારી દ્વારા પ્રસ્તુત, લવ ફિલ્મ્સ અને ટી-સિરીઝ”

 જો કે આ આગાઉ  આ ફિલ્મની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. કોરોનાને કારણે તેની રિલીઝ ડેટમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા છે, ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટમાં રંજન, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને નિર્માતા બોની કપૂર પણ છે, જેઓ રણબીર કપૂરના ઓન-સ્ક્રીન માતા-પિતાની ભૂમિકા ભજવશે.