Site icon Revoi.in

અભિનેતા રણદીપ હુડ્ડાએ વાઘ અને રીંછનો વિડિયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Social Share

મુંબઈઃ સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના એકથી એક ચડિયાતા વીડિયો શેયર કરવામાં આવે છે. આવા વીડિયો એટલા સુંદર હોય છે કે વારંવાર જોવાનું મન થાય. આવો જ એક વીડિયો ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ પોસ્ટ કર્યો છે. જંગલની દુનિયાનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં લોકો તેને પસંદ કરી રહ્યાં છે અને કોમેન્ટમાં પોતાના મંતવ્ય પણ આપી રહ્યાં છે.

જંગલમાં અનેક જાનવરો હોય છે અને ક્યારે કોણ કોની ઉપર ભારે પડી જાય તે કહી ના શકાય. જો કે, કેટલાક જાનવરોનું પોતાના વિસ્તારમાં રાજ હોય છે. તેમજ જંગલમાં સિંહ અને વાઘને જોઈને અન્ય જાનવરો પોતાનો રસ્તો બદલી દેતા હોય છે. પરંતુ ફિલ્મ અભિનેતાએ પોસ્ટ કરેલો વીડિયોમાં વાઘની સામે અચાનક રીંછ આવતા શું પરિસ્થિતિ થાય છે. તે જોવા મળે છે. રીંછને જોઈને વાઘ ચુપચાપ રસ્તો બદલી દેતો જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કરીને અભિનેતાએ લખ્યું છે કે, સબકા બાપ હોતા હૈ. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વદારે લોકોએ જોયો છે. તેમજ વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, આ રમૂજી છે. અન્ય એક યુઝર્સે વાઘ અને રીંછને જંગલબુક ફિલ્મના કેરેક્ટર બધીરા અને શેર ખાન સાથે સરખાવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, શેર કે ઉપર સવા શેર. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version