Site icon Revoi.in

અભિનેતા સૈફઅલી ખાન અને અર્જુન કપૂરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભૂત પોલીસ’ 17 સપ્ટેમ્બરને બદલે આ તારીખે જલ્દી થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર, સૈફ અલી ખાન, યામી ગૌતમ જેક્લીન ફર્નાન્ડિઝની આગામી હોરર કોમેડી અને મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ભૂત પોલીસ’ તેના નક્કી કરેલા સમય કરતા પહેલા રિલીઝ થવા જઈ રહી છેઆ ફિલ્મ. 17 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની હતી જેને બદલે હવે આ ફિલ્મ હવે 10 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની નવી રિલીઝ ડેટ પર તમામ સ્ટાર્સે પોતપોતાના સોશિયલ એકાઉન્ટ પરથી માહિતી શેર કરી છે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતાં અર્જુન કપૂરે લખ્યું, ‘તમારા વીકેન્ડ માટે સારા સમાચાર છે, પણ ભૂત માટે ખરાબ સમાચાર છે. ‘ભૂત પોલીસ’ સાત દિવસ પહેલા રિલીઝ થઈ રહી છે. ‘ અર્જુન ઉપરાંત, યામી ગૌતમ, જેકલીન ફર્નાન્ડીઝ અને જાવેદ જાફરીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર નવા પોસ્ટરો સાથે નવી તારીખની માહિતી શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે ‘ભૂત પોલીસ’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન પવન ક્રિપલાણીએ કર્યું છે, રમેશ તૌરાની અને આકાશ પુરીએ પ્રોડ્યુસ કર્યું છે. અરકમિંગ ફિલ્મ ‘ભૂત પોલીસ’ની કહાનિ ભૂત-પકડતા ભાઈઓ વિભૂતિ અને ચિરંજીવીની આસપાસ ફરતી જોવા મળે છે.

આ ફિલ્મમાં  સૈફ અને અર્જુન કપૂર આ મેન પાત્ર ભજવી રહ્યા છે. યામી ગૌતમના પાત્રનું નામ માયા અને જેકલીન ફર્નાન્ડીઝના પાત્રનું નામ કનિકા દોવા મળે છે. આ પહેલી ફિલ્મ છે જેમાં સૈફ અને અર્જુન મુખ્ય ભૂમિકામાં એક સાથે જોવા મળશે. આ સાથે જ અર્જુન માટે હોરર કોમેડી ફિલ્મનો આ પહેલો અનુભવ છે.