Site icon Revoi.in

 અભિનેતા સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટએ રાહત આપી – હવે વર્ચ્યૂઅલ રીતે આ કેસમાં હાજરી આપી શકશે

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષોથી અભિનેતા સલમાલ ખાન સામે જાધપુર કોર્ટમાં કેસ દાખલ કરાયો છે જે આજ સુધી ચાલી આવતો જોવા મળે છે,રાજસ્થાન હાઈકોર્ટે 6 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા સલમાન ખાનને જોધપુરના કાળા હરણના શિકાર કેસમાં હાજર રહેવાની મંજૂરી આપી છે.

સલમાને કાળા હરણના શિકાર કેસમાં આરોપી કરાર આપવા બદલ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી માટે રુબરુ હાજરી ન આપવા માટે સલમાન ખાને આજીજી કરી હતી, આ સાથે જ કોર્ટની કાર્યવાહીમાં તેમણે ઓનલાઇન હાજર રહેવા માટે પોતે મુંબઈથી પરવાનગી માંગવામાં આવી હતી

અભિનેતાના વકીલની અરજી સ્વીકારીને હાઈકોર્ટની જોધપુર બેંચે આ રાહત આપી. આજીજીમાં ખાનની તબિયતને ટાંકીને કોવિડ -19 રોગચાળા દરમિયાન મુંબઇથી જોધપુરની મુસાફરીને લઈ જોખમ ગણાવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ ઈન્દરજિત મહંતિ અને ન્યાયાધીશ દિનેશ મહેતાની ખંડપીઠે સલમાન ખાનના વકીલ એચ.એમ. સારસ્વતની અરજી પણ સ્વીકારી હતી કે જો અદાલતમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો તેમના ક્લાઈન્ટની હાજરી કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે.

આ સમગ્ર મામલે સારસ્વતે કહ્યું કે, કોર્ટે સલમાન ખીનને આજરોજ 6 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી આપી છે.આજના આ કેસની સુનાવણી સલમાન વર્ચ્યૂએલ રીતે હાજર રહશે.ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ દરમિયાન જે કાળા હરણ શિકારનો મામલો હતો તેમાં સલમાન ખાનપર આરપ લાગ્યો  હતો.

સાહિન-