Site icon Revoi.in

અભિનેતા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસને છોડીને મમતા બેનર્જીની પાર્ટી TMCમાં જોડાયા- ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસની મોટા પાયે હાર નોંધાઈ છે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને મોટી હાર મળી છે, પંજાબમાં જ્યા કોંગ્રસનું રાજ હતું તે પણ હવે રહ્યું નથી કોંગ્રસ સામે આપ પાર્ટીએ બાજી મારી છે તે પરથી અંદાજો લગાવી શકાય છે કે કોંગ્રેસના વળતા પાણી છે.ત્યારે હવે પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા મંગળવારે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતા.

ટીએમસીમાં જોડાવા અંગે અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરીને   જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ‘બંગાળની વાઘણ’ મમતા બેનર્જીના આમંત્રણ પર ટીએમસીમાં જોડાયા છે. તેમણે વધુમાં લખ્યું છે કે , “તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે બંગાળની વાધણ …..અજમાયેલી પરીક્ષિત અને સફળ મુખ્યમંત્રી મમતા બેનર્જીના આમંત્રણ પર, હું ટીએમસીમાં જોડાઈ છું. ખરેખર એક મહાન મહિલા, જનતાની મહાન નેતાના ગતિશીલ નેતૃત્વહેઠળ હું ચૂંટણી લડીશ.

એક પીઢ અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહાએ સોમવારે આસનસોલ લોકસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર જાહેર કરવા બદલ પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીનો આભાર વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, સિંહાએ વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા “બહારના વ્યક્તિ” હોવાના આરોપને  ફગાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય બેનર્જીના હાથમાં છે. હું દેશભરમાં ‘ખેલા હોબે’ નો વિસ્તાર કરીને તેમના હાથ મજબૂત કરીશ.

આ સાથે જ તેમણે કહ્યું હતું કે “મારા માટે ગર્વની વાત છે કે મમતા બેનર્જીએ પોતે મને લોકસભા પેટાચૂંટણીમાં આસનસોલથી તૃણમૂલના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

Exit mobile version