Site icon Revoi.in

એક્ટર સોનુ સૂદ પંજાબ રસીકરણના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, એક્ટરે બોર્ડની પરીક્ષાઓ રદ કરવા આપ્યું સમર્થન

Social Share

દિલ્હી – ફિલ્મ અભિનેતા સોનુ સૂદ કોરોનાકાળથી જ ચર્ચીત બન્યા છે, અનેક લોકોની સેવા કરીને તેમણે પોતાનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે,ત્યારે હવે પંજાબમાં કોરોના રસીકરણ અભિયાનના તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

રવિવારના રોજ સોનુ સૂદ સાથેની બેઠક બાo પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે આ અંગેની જાહેરાત કરી હતી, સોનુ સૂદે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોવિડ રસી લેવા લોકોને પ્રોત્સાહન આપવા માટેના આદર્શ તરીકે બીજો કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં.

આ સમગ્ર બાબતે પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, “સોનુ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન તેમણે હજારો સ્થળાંતર કરનારા લોકોને સલામત પોતાના ઘરે પહોંચાડ્યા હતા, ત્યારે હવે તેઓ લોકોના મનમાં જે વેક્સિનને લઈને શંકાઓ છે તે દૂર કરશે. જ્યારે  પંજાબના  લોકો પંજાબ પુત્ર પાસેથી સાંભળશે કે, કોરોનાની વેક્સિન કેટલી સલામત અને મહત્વપૂર્ણ છે, ત્યારે તે આ વાતનો વિશ્વાસ કરશે, કારણ કે લોકો તેના પર વિશ્વાસ કરે છે”.

સોનુ સૂદે કહ્યું કે, તેઓ વેક્સિન માટે બ્રાંડ એમ્બેસેડર બનતા ખૂશી અને ગર્વ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યના લોકોના જીવનની સુરક્ષા માટે પંજાબ સરકારના આ વ્યાપક અભિયાનનો એક ભાગ બનવા માટે તે પોતાને ભાગ્યશાળી માને છે.

સોનુ સૂદે તેમનું પુસ્તક ‘આઈ એમ નો મસિહા’ પણ મુખ્ય મંત્રીને ભટ આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમાં મોગાથી મુંબઇ સુધીન3 અનુભવો લખ્યા છે. સોનુ સૂદે કહ્યું, હું કોઈ રક્ષક નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું, જે ભગવાનની મોટી યોજનાઓમાં તેના તરફથી નમ્ર યોગદાન આપી રહ્યો છે. જો હું કોઈ રીતે માણસનું જીવન સુધારી શકું, તો આ માટે હું એજ કહી શકું છું કે મારા પર ઈશ્વરની કૃપા છે. ઈશ્વર જ મારુ  માર્ગદર્શન  કરી રહ્યા છે.

સોનુ સૂદે બોર્ડની પરિક્ષાઓ રદ કરવા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું

લોકડાઉનના સમયે જરૂરિયાતમંદો માટે મસીહા તરીકે ઉભરેલા અભિનેતા સોનુ સૂદ હજી પણ લોકોની મદદ માટે કામ કરી રહ્યા છે. સોનુ સૂદદરેક બાબતે પોતાનું સમર્થન લોકોને પુરુ પાડી રહ્યા છs ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યું છે તેવી સ્થિતિમાં પરીક્ષાઓ યોજવી એ એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં સોનુ સૂદે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની તૈયારી દર્શાવી છે.

સોનુ સૂદે ટ્વિટર પર વીડિયો શેર કરીને વિદ્યાર્થીઓને આપ્યું સમર્થન

સોનુ સૂદે ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ વતી હું નિવેદન કરવા માંગુ છું. સીબીએસઇ અને બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન આયોજીત થનારી છે, મને નથી લાગતું કે કોરોના મહામારીની બીજી તરંગની આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે  બેસવા તૈયાર છે. ‘

તેમણે વધુમાં કહ્યું છે કે, ‘હજું પણ,આપણે પરીક્ષા યોજવા વિશે વિચારી રહ્યા છીએ, જે અયોગ્ય છે. મને નથી લાગતું કે ઓફલાઇન પરીક્ષાઓ આપવા માટેનો  આ યોગ્ય સમય છે. હું ઇચ્છું છું કે દરેક લોકો આગળ આવે અને આ વિદ્યાર્થીઓનું સમર્થન કરે, જેથી તેઓ સુરક્ષિત રહે.ઓલ ધ બેસ્ટ.

સાહિન-